Panchmahal Video : હાલોલમાં દશેરાની રેલીમાં એક શખ્સે કર્યું ફાયરિંગ, પોલીસે તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Oct 25, 2023 | 6:12 PM

દશેરાને લઈને હાલોલમાં રેલી નીકળી હતી. આ દરમિયાન એક શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલીમાં બાઇક પર સવાર એક વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વીડિયોમાં દેખાતું તમંચા જેવું હથિયાર અસલી છે કે ડમી તે તપાસ બાદ સામે આવશે.

Panchmahal : હાલોલમાં વિજયા દશમીને લઈને શસ્ત્ર પૂજન નિમિત્તે રેલી નીકળી હતી. આ દરમિયાન એક શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલીમાં બાઇક પર સવાર એક વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. આ વાયરલ વીડિયો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Panchmahal Breaking News : કાલોલના મલાવ નજીક ભેદી વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ, જુઓ Video

મળતી માહિતી અનુસાર, દશેરાને લઈને હાલોલમાં રેલી નીકળી હતી. આ દરમિયાન બાઈક પર સવાર એક વ્યક્તિ રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વીડિયોમાં દેખાતું તમંચા જેવું હથિયાર અસલી છે કે ડમી તે તપાસ બાદ સામે આવશે.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો