Porbandar: ડ્રેનેજની કામગીરી દરમિયાન 7 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો રાહદારી, જુઓ VIDEO

પોરબંદરમાં નગરપાલિકાની પોલ ખોલનારા દ્રશ્યો સામે આવ્યા છે. નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આજે એક યુવક 7 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 11:55 AM

Porbandar: પોરબંદરમાં નગરપાલિકાની પોલ ખોલનારા દ્રશ્યો સામે આવ્યા છે. નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આજે એક યુવક 7 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો. ખાદી ભવન વિસ્તારમાં સ્ટોર્મ ડ્રેનેજની કામગીરી દરમિયાન રાહદારી ઊંડા ખાડામાં ખાબકતાં લોકોએ તેને બહાર કાઢ્યો હતો. પૂરતા બેરિકેટ ન હોવાના કારણે આ યુવક ખાડામાં પડી ગયો હોવાનું લોકોનું કહેવું છે. મહત્વનું છે કે, બેરિકેટ બાબતે પાલિકાનું ધ્યાન દોરવા છતાં યોગ્ય કામગીરી ન થવાથી યુવક ખાડામાં પડી ગયો. તો બીજીતરફ અનરાધાર વરસાદને પગલે શહેરના સુદામા ચોક, એમજી રોડ, એસવીપી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળ્યો છે.

24 કલાકમાં ગુજરાતના 200થી વધુ તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસામાં જાણે આભ વરસી રહ્યુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યના કુલ 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય પણ અનેક સ્થળોએ સારો એવો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. તો ઘણા શહેરોમાં રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">