Porbandar Video : રાજ્યમાં હાર્ટ એેટેકના કેસમાં વધારો, દેગામના 46 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કેસમાં સતત વધારો થયો છે. પોરબંદરના દેગામના 46 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમતા સમયે છાતીમાં દુખાવો થતા યુવક બેસી ગયો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ ગીર સોમનાથના તાલાલામાં પણ બે લોકોને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યાં છે.
Porbandar : રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કેસમાં સતત વધારો થયો છે. તો આવી જ એક હાર્ટ એટેકથી મોત થયાની ઘટના પોરબંદરના દેગામમાં બની છે. પોરબંદરના દેગામના 46 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમતા સમયે છાતીમાં દુખાવો થતા યુવક બેસી ગયો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : Porbandar Video : પોરબંદરના બરડા પંથકમાં ગૌચરની જમીન પર હાથ ધરવામાં આવ્યુ ડિમોલેશન
તો બીજી તરફ ગીર સોમનાથના તાલાલામાં પણ બે લોકોને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યાં છે.જેમાં ગાભા ગામના એક યુવાનને ઘરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. તો તાલાલાની એક મહિલાને કપડા ધોતા દરમિયાન હાર્ટ એટેક આવવાથી મોત થયુ છે. તો આ તરફ દેવભૂમિ દ્વરકાના ખંભાળિયા પંથકમાં પણ હાર્ટ એટેક આવવાથી 35 વર્ષીય યુવાનનું મોત થયુ છે.
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
