Banaskantha : કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે વહીવટીતંત્ર સજ્જ, 4000 બેડની સુવિધા ઉભી કરાશે

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ વસ્તી વધુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 5:29 PM

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ કોરોના(Corona) ની ત્રીજી લહેર ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી ભારતમાં આવી શકે છે. કોરોનાની ત્રીજી વેવને લઈ સ્થાનિક લોકોમાં ભય છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા(Banaskantha)  જિલ્લામાં ગ્રામીણ વસ્તી વધુ છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઓક્સિજન પ્લાન્ટથી લઈ બેડ સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. જેથી તમામ બેડ સુધી ઓક્સિજન પહોંચી શકે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થાય તેવી શકયતા મેડિકલ નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈ બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં શબ વાહિનીઓ તેમજ સ્મશાન બહાર પણ લાઈનો લાગતી હતી. જે મામલે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">