પાલનપુરમાં હવે વધુ એક કૌભાંડ સામે આવવાના ભણકારા, ટેક્નિકલ આસિસ્ટન્ટે લખ્યો પત્ર
પાલનપુર તાલુકા પંચાયતમાં લાભાર્થીઓને ચૂકવવામાં આવેલ પૈસાને લઈ કૌભાંડ સર્જાયું હોવાની આશંકા સર્જાઈ છે. ટેકનિકલ આસિસ્ટન્ટના નિરીક્ષણ કે સહી વિના જ પૈસા ચૂકવવામાં આવ્યા હોવાને લઈ આશંકા વર્તાવા લાગી છે. આમ હવે વિવાદ સર્જાયો છે. આ અંગે ટેક્નિકલ આસિસ્ટન્ટે પત્ર લખવાને લઈ હવે મામલો વિવાદે ચડ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કૌભાંડ સામે આવે એવી સંભાવનાઓ સર્જાઈ છે. પાલનપુરમાં શૌચાલય યોજનાના લાભાર્થીઓને ટેકનિકલ આસિસ્ટન્ટના નિરીક્ષણ અને સહી વિના જ પૈસા ચૂકવવામાં આવ્યા છે. આમ બારોબાર જ ચૂકવણાને લઈ કૌભાંડની આશંકા સર્જાઈ છે. આ અંગે ટેકનિકલ આસિસ્ટન્ટે તાલુકા વિકાસ અધિકારી અને બ્લોક કોર્ડિનેટર અને હિસાબી અધિકારીને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
ટેક્નિકલ આસિસ્ટન્ટે પત્ર લખીને વર્ષ 2022 બાદના ચૂકવણાં અંગે મારી કોઈ જ જવાબદારી નહીં હોવાની જાણકારી આપી છે. પત્રમાં લખ્યુ છે કે, આ અંગે અનેકવાર મૌખિક રજૂઆત બાદ પણ જવાબ મળેલ નથી આમ હવે તેઓની પોતાની કોઈ જવાબદારી રહેશે નહીં.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 16, 2024 03:28 PM
Latest Videos
