Mahisagar : કડાણા ડેમની સપાટીમાં સતત વધારો, ડેમમાંથી 26 હજાર ક્યુસેક પાણી છોડાયું

મહીસાગરના(Mahisagar) કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ ડેમનું રુલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેમાં ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 7:25 PM

ગુજરાતમાં(Gujarat)  સતત પડી રહેલા વરસાદના(Rain)  પગલે રાજ્યના અનેક જળાશયો પાણીની નવી આવક આવી છે. જેમાં મહીસાગરના કડાણા ડેમની(Kadana Dam)  સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ ડેમનું રુલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેમાં ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે. તેમજ ડેમમાંથી 26 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. 2 પાવરહાઉસ કાર્યરત કરી પાવરહાઉસ મારફતે પાણી છોડાયું છે. જયારે કડાણા ડેમની ભયજનક સપાટી 416 ફૂટ પર પહોંચી છે.

સુરતના ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

રાજ્યમાં સારા વરસાદને પગલે અનેક ડેમ છલકાયા છે..ત્યારે સુરતના ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે..તો અરવલ્લીના મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો થયો..199.20 મીટરની મુખ્ય સપાટી વટાવી જતા વૈડી ડેમનું પાણી નદીમાં છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા..આ તરફ મહીસાગરના કડાણા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા

ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ ટાળવા માટે આખરે નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે… હાલ 10 દરવાજા 1.5 મીટર ખોલી તેમાંથી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે… જ્યારે કે રિવરબેડ પાવર હાઉસના 6 યુનિટ ચાલુ કરી તેમાંથી 44 હજાર ક્યુસેક અને કેનાલમાં 18 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું… એટલે કે કુલ 1 લાખ 62 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">