Maharashtra Video : નાસિકના સોલાપુર બાદ પાલઘરમાં મળી આવી ડ્રગ્સની ફેક્ટરી, 38 કરોડના MD ડ્રગ્સ સાથે 4 ઝડપાયા

Maharashtra Video : નાસિકના સોલાપુર બાદ પાલઘરમાં મળી આવી ડ્રગ્સની ફેક્ટરી, 38 કરોડના MD ડ્રગ્સ સાથે 4 ઝડપાયા

| Edited By: | Updated on: Oct 25, 2023 | 7:02 AM

મહારાષ્ટ્રના નાસિકના સોલાપુર બાદ પાલઘરમાં ડ્રગ્સની ફેક્ટરી મળી આવી છે. 38 કરોડના એમડી ડ્રગ્સ સાથે સાત આરોપીઓ ઝડપાયા છે.જેમની પાસેથી 2 દેશી પિસ્તોલ અને 12 કારતૂસ પણ મળી આવ્યા છે. આપને જણાવી દઇએ કે ફાર્મ હાઉસમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલી રહી હતી. 18 ઓક્ટોબરના રોજ, મુંબઈ નજીક સ્થિત મીરા રોડ, ભાયંદર, વસઈ, વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચે ભાયંદર પૂર્વમાં બિન્યાસા રેસિડેન્સી લોજમાં દરોડા પાડ્યા હતા અને 251 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ કરી હતી.

Maharashtra News : દેશભરમાં ડ્રગ્સનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. દેશમાં ડ્ર્ગ્સ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર ઝડપાતો હોય છે. તો મહારાષ્ટ્રના નાસિકના સોલાપુર બાદ પાલઘરમાં ડ્રગ્સની ફેક્ટરી મળી આવી છે. 38 કરોડના એમડી ડ્રગ્સ સાથે સાત આરોપીઓ ઝડપાયા છે.જેમની પાસેથી 2 દેશી પિસ્તોલ અને 12 કારતૂસ પણ મળી આવ્યા છે. આપને જણાવી દઇએ કે ફાર્મ હાઉસમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલી રહી હતી.

આ પણ વાંચો : Maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેનો સક્રિય રાજકારણમાંથી સંન્યાસ

18 ઓક્ટોબરના રોજ, મુંબઈ નજીક સ્થિત મીરા રોડ, ભાયંદર, વસઈ, વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચે ભાયંદર પૂર્વમાં બિન્યાસા રેસિડેન્સી લોજમાં દરોડા પાડ્યા હતા અને 251 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ કરી હતી.આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે જપ્ત ડ્રગ્સ તનવીર અહેમદ ચૌધરીનું હતું.

તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પકડાયેલા ડ્રગ્સ પર સંજય રાઉતે સવાલ કર્યા હતા. જેમાં તેમને જણાવ્યુ કે “મહારાષ્ટ્ર ડ્રગ્સનું હબ બની રહ્યું છે જવાબદાર કોણ?” તેમજ “હજારો કરોડનું ડ્રગ્સ કોની રહેમનજર હેઠળ આવે છે” આ પ્રકારના અનેક સવાલો કર્યો હતા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો