દાહોદમાં વરસાદ ખેંચાતા જળાશયોમાં પાણી ઘટયા, ધરતીપુત્રો ચિંતામાં મુકાયા

દાહોદ જિલ્લામાં 2 લાખ 10 હજાર વીઘામાં ડાંગર, મકાઈ, તુવેર, અડદ, મગફળીનું વાવેતર થયું હતું. તેમજ વરસાદ ખેંચાતા વાવેતર સુકાઈ જવાનો ભય ધરતીપુત્રોને સતાવી રહ્યો છે.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 41.47 ટકા વરસાદ વરસ્યો છે. આ ઓછા વરસાદને પગલે મોટાભાગના જળાશયો ખાલી છે. જેમાં પાટાડુંગરી, માછણનાળા સહિતના જળાશયોમાં 40 ટકાની આસપાસ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો કે વરસાદ હજુ ખેંચાશે તો પીવાના પાણી અને ઘાસચારાની તંગી સર્જાય તેવી શક્યતા છે.

દાહોદ જિલ્લામાં 2 લાખ 10 હજાર વીઘામાં ડાંગર, મકાઈ, તુવેર, અડદ, મગફળીનું વાવેતર થયું હતું. તેમજ વરસાદ ખેંચાતા વાવેતર સુકાઈ જવાનો ભય ધરતીપુત્રોને સતાવી રહ્યો છે. તેમજ હાલ ડેમ ખાલી થતાં હવે સિંચાઇના પાણીની પણ વ્યવસ્થા મળે તેવી પણ કોઇ શક્યતા નથી. તેવા સમયે હવે જગતનો તાત વરસાદ માટે આકાશ તરફ મીટ માંડીને બેઠો છે.

ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન  રાજ્યમાં બીજા રાઉન્ડના વરસાદમાં  કેટલાક વિસ્તારોમાં  મેઘમહેર જોવા મળી છે. જેમાં સાબરકાંઠાના વિજયનગર અને હિંમતનગરમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. તો અરવલ્લીના માલપુરમાં સવારથી જ મેઘ મહેર થઇ.તો આ તરફ દક્ષિણમાં વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રના શહેરોમાં પણ નોંધપાત્ર વરસાદના અહેવાલ છે. અમરેલીના વડીયા અને આસપાસ પંથકમાં વરસાદ પડ્યો છે. તો દ્વારકા અને ખંભાળિયામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે.મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ 7મી સપ્ટેમ્બરથી ફરી મેઘ મહેર થવાની આગાહી કરી છે.

આ પણ વાંચો : PM Modi : આ મહિનાના અંતમાં કરી શકે છે અમેરિકાનો પ્રવાસ, જો બાઇડન સાથે પહેલી વાર કરશે વ્યક્તિગત મુલાકાત

આ પણ વાંચો : SURAT : નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત

Click on your DTH Provider to Add TV9 Gujarati