લોકસભા ચૂંટણી: ભાજપ મહિલા મોરચા દ્વારા અમદાવાદમાં વોકેથોનનું આયોજન, નવી મતદાર યુવતીઓ જોડાઈ, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના વિવિધ મોરચા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ મહિલા મોરચા દ્વારા અમદાવાદમાં વોકેથોનનું આયોજન કરવામાં આવ્યુ. ટાઉન હોલથી ઈનકમટેક્સ સુધી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. યુવા અને પ્રથમ મતદાર હોય તેવી યુવતીઓ મોટી સંખ્યામાં આ વોકેથોનમાં જોડાઇ હતી.
લોકસભા ચૂંટણી નજીક છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતાની તાકાત લગાવી રહી છે. ગુજરાતની 26 સીટ માટે પણ કાંટે કી ટક્કર થવાની છે. ભાજપે 26 બેઠકો પર ત્રીજી વાર જીત મેળવવા માટે કમર કસી છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ મહિલા મોરચા દ્વારા પણ પ્રચાર પ્રસાર શરુ કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના વિવિધ મોરચા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ મહિલા મોરચા દ્વારા અમદાવાદમાં વોકેથોનનું આયોજન કરવામાં આવ્યુ. ટાઉન હોલથી ઈન્કમટેક્સ સુધી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. યુવા અને પ્રથમ મતદાર હોય તેવી યુવતીઓ મોટી સંખ્યામાં આ વોકેથોનમાં જોડાઇ હતી.
આ પણ વાંચો- સુરત: કબૂતરના ચરકથી ફેફસામાં ઇન્ફેકશન થતાં વૃદ્ધનું મોત નીપજ્યું, જાણો બીમારી વિશે વીડિયો દ્વારા
લોકસભા ચૂંટણીને હવે થોડા દિવસ અને ગણતરીના મહિના બચ્યા છે ત્યારે તમામ પાર્ટીઓએ પોત પોતાની સ્ટ્રેટેજી રચવાની શરૂઆત કરી લીધી છે. ભાજપે પોતાના ચૂંટણી મિશનની તૈયારીઓની શરૂઆત કરી લીધી છે. ભાજપ આ વખતે પણ 26 બેઠકો જીતવાનો ધ્યેય રાખે છે. ત્યારે આજે 26માંથી 26 જીતવાના પ્રયત્નના ભાગરૂપે મહિલા મોરચાએ પણ પોતાનો ફાળો આપ્યો છે.
