અનોખો વિરોધ: અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાનો સ્થાનિકોએ કર્યો એવો વિરોધ કે જોઈને તમે પણ કહેશો ‘ગજબ’

Bharuch: અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો છે. જેમાં પાલિકા પ્રમુખને સ્થાનિકો સ્થળની મુલાકાતે લઈ ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 4:31 PM

રાજ્યમાં રોડ રસ્તાની હાલત દયનીય થઇ ગઈ છે. જેની હાલાકીનો ભોગ સામાન્ય જનતાએ બનવું પડે છે. ખરેખરમાં ખરાબ રોડ રસ્તાના (Potholes in road) પરિણામ ઘણી વખત ભયંકર આવે છે. મોટા અકસ્માતોનું કારણ આ ખરાબ રોડ બનતા હોય છે. તો ઘણી વાર સામાન્ય માણસનો જીવ પણ આ ખાડાઓનો ભોગ પણ બનતા હોય છે. રાજ્યભરમાં ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત લોકો વિરોધ પ્રદર્શન અને માર્ગ મરામત કરવાની અરજીઓ કરતા હોય છે. પરંતુ એક અનોખો વિરોધ આજે અંકલેશ્વરમાં જોવા મળ્યો.

ભરૂચના અંકલેશ્વરમાં (Ankleshwar) બિસ્માર રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિકોએ અનોખો વિરોધ (Protest) કર્યો છે. જેમાં પાલિકા પ્રમુખને સ્થાનિકો સ્થળની મુલાકાતે લઈ ગયા. ખાસ વાત એ છે કે સ્થાનિકો ઢોલ નગારા સાથે સાથે પાલિકા પ્રમુખને સ્થળ પર લઇ ગયા અને સ્થળ પરની પરિસ્થિતિ અંગે વાકેફ કરાવ્યા. પાલિકા પ્રમુખને સ્થળ મુલાકાતે લઈ જતી વખતે પાછળ ચાલતા લોકોએ ભાજપ અને પાલિકા વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. સાથે જ તેઓએ બિસ્માર રસ્તાને ત્વરિત સમારકામ કરવા માગ કરી હતી.

જોવું રહ્યું કે હવે આવા વિરોધ બાદ પાલિકા ક્યારે સ્થળનું સમારકામ કરાવે છે. અને ક્યારે પ્રજાના પ્રશ્નો ઉકેલાય છે. તમે પણ વિડીયોમાં જુઓ આ અનોખો વિરોધ.

 

આ પણ વાંચો: Ahmedabad : L.G. હોસ્પિટલમાં નવજાતને ત્યજી દેનાર મહિલા પરત ફરી, મહિલાએ કંઇક આવું રચ્યું તરકટ

આ પણ વાંચો: વાયરલ વિડિયો જોઈ જેના પર હસતા હતા લોકો, એના પ્રસંશનીય કામ બદલ AMCએ સન્માન કર્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">