અરવલ્લીમાં વધતા ચોરીના બનાવોને લઈ સ્થાનિકોમાં રોષ, મંગલપુરના લોકોએ આવેદનપત્ર આપ્યું
અરવલ્લી જિલ્લામાં ચોરીના બનાવો વધતા જઈ રહ્યા છે. બીજી તરફ ચોરીના ભેદ ઉકેલાવાની સફળતા પ્રમાણમાં ઓછી હોવાના સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન માલપુરના મંગલપુર વિસ્તારના લોકોએ એકઠા થઈને જિલ્લા ક્લેકટર અને એસપીને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. આ મામલે સ્થાનિક પોલીસ સામે નિષ્ક્રિયતાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં ચોરીના બનાવોનું પ્રમાણ વધવા લાગ્યુ છે. આ દરમિયાન માલપુરના મંગલપુર ગામના સ્થાનિકો દ્વારા આવેદન પત્ર આપીને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા માટે રજૂઆત કરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે નિષ્ક્રિય હોવાને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. મંગલપુર ગામે એક સપ્તાહ પહેલા 27 લાખથી વધુની ચોરી નોંઘાઈ હતી.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
શિક્ષકના ઘરે તસ્કરોએ ઘરફોડ ચોરી આચરી હતી. જેને લઈ ડોગ સ્ક્વોડ બોલાવતા એક શંકાસ્પદને પૂછપરછ માટે પોલીસ મથક લઈ જવાયો હતો. જોકે આ મામલે કોઈ ખાસ કાર્યવાહી આગળ નહીં થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો. અરવલ્લીમાં મોડાસા અને મેઘરજમાં પણ ચોરીના બનાવો નોંધાયો છે. આમ ચોરીની સમસ્યાને લઈ સ્થાનિકોએ ક્લેકટર અને એસપીને આવેદનપત્ર આપ્યા હતા.