પાટણ-બનાસકાંઠા હાઈવે પર અકસ્માતોની વણઝાર, રોડ એન્જિનિયરિંગમાં ખામીનો આક્ષેપ
બનાસકાંઠા પાટણ સિક્સ લાઈન હાઈવે પર અકસ્માતને લઈ સ્થાનિકો રોષે ભરાયા છે. ધારેવાડા પાસે રોડનું લેવલિંગ યોગ્ય નહીં હોવાને લઈ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. રોડનું યોગ્ય લેવલિંગ કરવામાં આવે અને હાલ પુરતા બેરિકેડ ગોઠવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. નહિંતર હવે સ્થાનિકો આંદોલનના માર્ગે આગળ વધશે.
પાટણ બનાસકાંઠા જિલ્લાને જોડતા હાઈવે પર ધારેવાડા ગામ નજીક અકસ્માતો સર્જાઈ રહ્યા છે.ધારેવાડા પાસે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને જેને લઈ લોકો જીવ ગુમાવી રહ્યા છે. વારંવારના અકસ્માતોને પગલે સ્થાનિક લોકોએ હવે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે અને અકસ્માત નિવારવા માટે રજૂઆત કરી છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ
રોડનું યોગ્ય લેવલિંગ નહીં હોવાને લઈ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં જ આ વિસ્તારમાં અકસ્માતમાં 6 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. જેને લઈ સ્થાનિકોએ હાલ પુરતા અહીં બેરિકેડ ગોઠવવીને અકસ્માત ઘટાડવા માટે માંગ કરી છે. જ્યારે રોડના લેવલિંગને પણ ઠીક કરવાની માંગ કરી છે. રોડ એન્જિનિયરિંગમાં ખામી હોવાને લઈ અકસ્માત સર્જાઈ રહ્યા હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે. જો રોડમાં સુધારો નહીં કરવામાં આવે તો સ્થાનિકોએ આંદોલન માટેની તૈયારીઓ કરી છે.
