જૂનાગઢ વીડિયો : ભૂગર્ભ ગટરની કામગીરીથી સ્થાનિકોમાં રોષ, ગ્રાન્ટ પાસ કરવા કામગીરી કરતા હોવાનો આક્ષેપ
જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. અંબિકા ચોક વિસ્તારમાં વેપારીઓ અને સ્થાનિકોએ હોબાળો કર્યો છે. તેમજ ભૂગર્ભ ગટરની કામગીરી બંધ કરાવા સ્થાનિકોની માગ છે. મહિલાઓ અને વેપારીઓ રસ્તો રોકી રામધૂન બોલાવી છે.
જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. અંબિકા ચોક વિસ્તારમાં વેપારીઓ અને સ્થાનિકોએ હોબાળો કર્યો છે. તેમજ ભૂગર્ભ ગટરની કામગીરી બંધ કરાવા સ્થાનિકોની માગ છે. મહિલાઓ અને વેપારીઓ રસ્તો રોકી રામધૂન બોલાવી છે. ગ્રાન્ટ પાસ કરાવા માટે ભૂગર્ભ ગટરની કામગીરી કરતા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આજ દિવસ સુધી ક્યારે પણ ગટર ઉભરાઈ નથી છતા પણ ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે. ભૂગર્ભ ગટરની કામગીરી અંતર્ગત રોડ ખોદવામાં આવ્યા છે. જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ સ્થાનિકોએ જણાવ્યુ કે વાસ્તવિકતામાં જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા માટેની માગ કરી છે.
