દ્વારકા : કઈ રીતે બોરવેલમાં ફસાઈ બાળકી, રેસ્કયુ માટે પહોંચી આર્મીની ટીમ, જુઓ વીડિયો
બોરવેલમાં કેમેરા મુકીને બાળકીની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વીડિયોમાં બાળકી કઈ રીતે ફસાઈ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બાળકી જે બોરમાં ફસાઈ છે તેની પહોળાઈ માત્ર 8 ઈંચ છે. જ્યારે ઊંડાઈ લગભગ 30 ફૂટ જેટલી છે. બાળકીને રેસ્ક્યુ કરવા માટે ગાંધીનગરથી NDRFની ટીમ પણ પહોંચી રહી છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં અઢી વર્ષની બાળકી ફળીયામાં રમી રહી હતી ત્યારે આકસ્મિક રીતે બોરવેલમાં પટકાઈ હતી. હાલ દ્વારકા અને જામનગરની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે બાળકીને બહાર કાઢવા માટે આર્મીની ટીમ રાણ ગામ પહોંચી છે અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
આ પણ વાંચો દેવભૂમિ દ્વારકા : રાણ ગામે રમતા રમતા બોરવેલમાં ખાબકી બાળકી, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
બીજી તરફ, બોરવેલમાં કેમેરા મુકીને બાળકીની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વીડિયોમાં બાળકી કઈ રીતે ફસાઈ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બાળકી જે બોરમાં ફસાઈ છે તેની પહોળાઈ માત્ર 8 ઈંચ છે. જ્યારે ઊંડાઈ લગભગ 30 ફૂટ જેટલી છે. બાળકીને રેસ્ક્યુ કરવા માટે ગાંધીનગરથી NDRFની ટીમ પણ પહોંચી રહી છે.
