Ahmedabad : દારૂકાંડ બાદ પણ દારૂની રેલમ-છેલમ! ઔડાના મકાનમાંથી મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાયો

પોલીસે (Ahmedabad police) દરોડા પાડી નવઘણ ઠાકોર નામના આરોપીના ઘરના ભોયરામાંથી દારૂ જપ્ત કર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ અનેકવાર આ જ આરોપીના ઘરમાં ચેકિંગ કરાયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 10:17 AM

અમદાવાદમાં (Ahmedabad) આનંદનગર વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાંથી દેશી દારૂનો (Liquor)જથ્થો મળ્યો.આરોપીએ દારૂ છુપાવવા માટે ઘરમાં ભોયરું બનાવ્યું હતું.પોલીસે (Ahmedabad police) દરોડા પાડી નવઘણ ઠાકોર નામના આરોપીના ઘરના ભોયરામાંથી દારૂ જપ્ત કર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ અનેકવાર આ જ આરોપીના ઘરમાં ચેકિંગ કરાયું હતું. જો કે, ઘરની અંદર ગુપ્ત ભોયરું બનાવ્યું હોવાથી પોલીસને ખાલી હાથે આવવું પડ્યું હતું. જો કે, આ વખતે આરોપીનો(Accused)  કિમીયો ચાલ્યો નહીં અને ઘરમાં બનાવેલું ભોયરાનો ખુલાસો થયો. હાલ આ કેસમાં પોલીસે (police) આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઝેરી દારૂકાંડ બાદ પણ બુટલેગરો બેફામ !

ગુજરાતમાં (Gujarat) દારુબંધી માત્ર કાગળો પર રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.બોટાદમાં (Botad hooch tragedy) થયેલી કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ સક્રિય થઈ છે અને બુટલેગરો પર લગામ લગાવવા પ્રયાસો કરી રહી છે.થોડા દિવસો અગાઉ સાબરમતી નદીના પટમાં જમીનમાં સંતાડેલો દારૂ ઝડપાયો હતો. રાતનાં અંધારાનો લાભ લઈને દારૂને જમીનમાં દાટી સગેવગે કરતા બે શખ્સો ઝડપાયા હતા.રિવરફ્રન્ટ (Ahmedabad riverfront) ઈસ્ટ પોલીસે ઝડપેલા આ બન્ને આરોપીઓના નામ નમન છારા અને શરદ છારા હોવાનુ સામે આવ્યુ હતુ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">