Gandhinagar : દહેગામના બિલમણા ગામની સીમમાં વીજળી પડતા 28 પશુઓના મોત

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બિલમણા ગામની સીમમાં વીજળી પડી હતી. જેમાં 28 પશુઓના મોત થયા છે. તેમજ ત્રણ લોકો દાઝ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:34 PM

ગુજરાત(Gujarat) ના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ(Rain) થઈ રહ્યો છે. જો કે આ દરમ્યાન બુધવારે અનેક સ્થળોએ વીજળી(lighting) સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ગુરુવારે ગાંધીનગર જિલ્લાના દહેગામ(Dahegam) તાલુકાના બિલમણા ગામની સીમમાં વીજળી પડી હતી. જેમાં 28 પશુઓના મોત થયા છે . તેમજ વીજળી પડતાં ત્રણ લોકો દાઝ્યા હતા.

જો કે દહેગામમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ બપોરના 4 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ,દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. જેમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડતાં લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે.

જયારે રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુજી ડેમ પણ ઓવરફલો થયો છે.ઉત્તર ગુજરાતમાં 15 જેટલા ડેમમાં સરેરાશ 23.61 ટકા પાણી ભરેલું છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં સરેરાશ 44.67 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં સરેરાશ 78.50 ટકા પાણી ભરેલું છે. . કચ્છના 20 ડેમમાં સરેરાશ 23.26 ટકા પાણી ભરેલું છે.

સૌરાષ્ટ્રના 141 ડેમમાં સરેરાશ 46.01 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. આ રીતે રાજ્યના કુલ 206 ડેમમાં સરેરાશ 60.34 ટકા પાણી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 50.48 ટકા પાણી છે.

આ પણ વાંચો : Dwarka : સાર્વત્રિક વરસાદના પગલે ચેકડેમ,નદી અને તળાવોમાં નવા નીર આવ્યા

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021: ચતુર્થી પર ચંદ્ર દર્શન બાદ ભગવાન કૃષ્ણ પર લાગ્યો હતો ચોરીનો આરોપ !

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">