નવસારીમાં આતંક મચાવનાર કદાવર દીપડો પાંજરે પુરાયો
નવસારી જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચીખલીના ફડવેલ ગામે આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો છે. દીપડાનો આતંક વધતાં નવસારી જિલ્લાના વિવિધ તાલુકામાં વનવિભાગે જુદા જુદા ગામે પાંજરા ગોઠવ્યા હતા. જેમાં ફડવેલ ખાતે આજે એક દીપડો પાંજરે પુરાયો છે. વનવિભાગે દીપડાનો કબજો લઈ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જીલ્લામાં છેલ્લા એક મહિનાથી ચીખલીમાં દીપડાનો આતંક વધ્યો હતો.
નવસારીના ચીખલી તાલુકાના ફડવેલ ગામે આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા એક મહિનાથી ચીખલીમાં દીપડાનો આતંક વધ્યો હતો. વિવિધ સ્થળોએ દીપડો દેખાવાની ઘટના પણ બની હતી. જેમાં વનવિભાગે જુદા જુદા ગામે પાંજરા ગોઠવ્યા હતા.
થોડા સામ્ય પહેલા જ ચીખલી તાલુકામાં દીપડો લટાર મારતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. એક જ રાત્રે સદાકપોરનાં ઘડુલી ફળિયામાંથી દીપડાએ વાછરડાને ફાળી ખાધું હતું. બીજી ઘટના મોડી રાત્રે તાલુકાના વાંઝણા ગામમાં દિપડો લટાર મારતા CCTV માં કેદ થયો હતો.
આ પણ વાંચો : પહેલા ફાટયું ટાયર બાદમાં ટ્રક ડિવાઇડર સાથે અથડાઈ, સર્જાયા ફિલ્મી દ્રશ્યો
વીડિયોના આધારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી જે બાદ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે ફડવેલ ખાતે કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. જે બાદ વનવિભાગે દીપડાનો કબજો લઈ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)