રાજકોટ વીડિયો : જસદણ અને ધોરાજીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

રાજકોટ વીડિયો : જસદણ અને ધોરાજીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

| Edited By: | Updated on: Jan 05, 2024 | 3:08 PM

રાજકોટ જિલ્લામાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જસદણ અને ધોરાજીમાં દીપડો દેખાતા દહેશત જોવા મળે છે. તો જસદણના બેડલા ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું છે.

રાજકોટ જિલ્લામાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જસદણ અને ધોરાજીમાં દીપડો દેખાતા દહેશત જોવા મળે છે. તો જસદણના બેડલા ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું છે. તો દીપડાને પકડવા માટે પાંજરુ ગોઠવવામાં આવ્યું છે.

તો ધોરાજીમાં પોરબંદર – રાજકોટ હાઈવે પર પણ દીપડાનો વીડિયો વાયરલ થયો છે. તો બીજી તરફ હાઈવેના રસ્તા પર દીપડો બેઠો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. તો છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લામાં દીપડો દેખાતા દહેશત ફેલાઈ રહ્યો છે. તો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા દોડધામ મુકી છે. તો બીજી તરફ આ અગાઉ અમરેલી તાલુકાના તરક તળાવ ગામે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો