બનાસકાંઠામાં લીઝધારકોની હડતાળ, ખાણ ખનીજ વિભાગની ગાઇડલાઇન સુધારવાની માંગ
બનાસકાંઠા જિલ્લામાં હવે લીઝ ધારકો હડતાળ પર ઉતર્યા છે. વાહનોમાં લગાવવામાં આવેલ GPS સિસ્ટમને લઈ લીઝ ધારકો અને ખનીજ વહન કરતા વાહન માલિકોને પરેશાની થઈ રહી હોવાનો આક્ષેપ છે. આ મામલે હવે હડતાળ કરીને ખાણ ખનીજ વિભાગની ગાઇડલાઇનમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના ખનીજ લીઝ ધારકો હડતાળ પર ઉતર્યા છે. ખાણ ખનીજ વિભાગે લીઝમાં વપરાતા વાહનો અને ખનીજ વહન કરતા વાહનોમાં ફરજિયાત GPS સિસ્ટમ કરી છે. જોકે તેને લઈ હવે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન બ્રેક ડાઉન થવા અને ટ્રાફિકમાં બંધ રહેવાની સ્થિતિમાં વાહન ધારકોને મોટી સમસ્યા દંડની સર્જાઈ છે.
આ પણ વાંચોઃ PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતાના કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!
ઓનલાઈન સિસ્ટમ હોવાને લઈ વાહન મોડું પહોંચવાને લઈ વાહન માલિકોને દંડની કાર્યવાહી કરવામાં આવે છે. આમ બ્રેક ડાઉન અને ટ્રાફિકની સ્થિતિમાં વાહન મોડા પહોંચવા પર દંડની સ્થિતિ નિવારવા માટે ગાઈડલાઈનમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. જિલ્લાની લગભગ 250 થી વધારે લીઝ હાલમાં હડતાળને લઈ બંધ છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 03, 2024 09:39 PM
Latest Videos
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
