રાજકોટ વીડિયો: ભાદરડેમથી રાજકોટ સુધી આવતી પાઈપલાઈનમાં લીકેજ, અનેક વિસ્તારોમાં મુકાશે પાણી કાપ

રાજકોટ વીડિયો: ભાદરડેમથી રાજકોટ સુધી આવતી પાઈપલાઈનમાં લીકેજ, અનેક વિસ્તારોમાં મુકાશે પાણી કાપ

| Edited By: | Updated on: Oct 31, 2023 | 12:20 PM

રાજકોટની ગુરુવારના રોજ ફરી પાણીનો કાપ મુકવામાં આવશે. ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઈપલાઈનમાં લીકેજ રીપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યુ હોવાથી પાણી કાપ મુકવામાં આવશે. ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.7 અને 14માં પાણી કાપ મુકવામાં આવશે. તેમજ લાલબહાદુર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં 17 અને 18 માં પણ પાણી કાપ મુકવામાં આવશે.

ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. છતા પણ રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવાની સ્થિતિ ઉભી થઈ છે. રાજકોટમાં ગુરુવારના રોજ ફરી પાણીનો કાપ મુકવામાં આવશે. ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઈપલાઈનમાં લીકેજ રીપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યુ હોવાથી પાણી કાપ મુકવામાં આવશે. ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.7 અને 14માં પાણી કાપ મુકવામાં આવશે.

તેમજ લાલબહાદુર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં 17 અને 18માં પણ પાણી કાપ મુકવામાં આવશે. તો વાવડી હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.11 અને 12માં પણ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. તેમજ દિવાળી પહેલા જ પાણી કાપ મૂકવામાં આવતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. તેમજ રાજકોટવાસીઓને ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાનો સામનો કરવાની સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો