હરિધામ સોખડા ખાતે રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાશે

બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ માં ચંદન, લીમડા સહિતનાં 8 પ્રકારના વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે.અંતિમસંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે.

ગુજરાતના સોખડા( Sokhda )હરિધામ મંદિરમાં રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી(Hari Prasad Swami)ના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાશે.રવિવારે બપોરે 2:30 કલાકે સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરાશે.આ પહેલાં સ્વામીજીના નશ્વર દેહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે.ત્યાર બાદ પાલખીયાત્રા નીકળશે.પાલખીયાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ કરાશે.અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 પ્રકારના વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે.અંતિમસંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે.

બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમસંસ્કાર વિધિ અગાઉ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.મંદિર પરિસરમાં આવેલા લીમડા વન ખાતે લેવલિંગ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે.તો લાખો હરિભક્તો નશ્વર દેહના અંતિમ દર્શન કરી શકે તે માટે પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

આની સાથે જ અંતિમસંસ્કાર સ્થળની આજુબાજુ સ્વામીજીના મહત્વના ફોટા સાથેનાં પોસ્ટર પણ લગાવવામાં આવશે.જ્યારે અંતિમસંસ્કાર સ્થળે 7 નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરાશે.ભગવાન સ્વામિનારાયણ લીમડાના ઝાડ નીચે બેસીને સત્સંગ કરતા હતા, જ્યારે હરિપ્રસાદ સ્વામીજીને પણ લીમડાનાં ઝાડ અત્યંત પ્રિય હતાં એટલે અંતિમ સંસ્કારમાં મોટા ભાગે લીમડાનાં લાકડાંનો જ ઉપયોગ કરાશે

આ પણ વાંચો : Bhakti : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો

આ પણ વાંચો : છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપનમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ

Click on your DTH Provider to Add TV9 Gujarati