ફરી એકવાર સામે આવ્યો લલિત વસોયાનો ભાજપ તરફનો ઝુકાવ, માર્ગ નામકરણ કાર્યક્રમમાં ભાજપના નેતાને આમંત્રણ અપાતા ગરમાયુ રાજકારણ

Lalit Vasoya News: કોંગ્રેસના ધારાસભ્યનો ભાજપ તરફનો ઝુકાવ ફરી એકવાર સામે આવ્યો છે. આ વખતે 14 ઓગષ્ટે ધોરાજીમાં યોજાઈ રહેલા એક માર્ગના નામકરણના કાર્યક્રમમાં ભાજપના સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય જયેશ રાદડિયાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવતા ફરી અટકળોનું બજાર ગરમાયુ છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 09, 2022 | 9:20 PM

ધોરાજી(Dhoraji)ના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya)નો ભાજપ પ્રેમ ફરી સામે આવ્યો છે. આ વખતે લલિત વસોયાએ પોતાના મત વિસ્તારના કાર્યક્રમમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યને આમંત્રણ આપતા રાજકારણ ગરમાયુ છે. એક માર્ગના નામકરણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સામે આવી છે, જેમાં પોરબંદરથી સાંસદ રમેશ ધડુક (Ramesh Dhaduk) અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadiya)ના નામો છે. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભાજપના સાંસદ રમેશ ધડુકને આમંત્રણ અપાયુ છે, જ્યારે માર્ગના નામકરણ માટે જામ કંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાને આમંત્રણ અપાયુ છે. લલિત વસોયાનો આ ભાજપ તરફી ઝુકાવને કારણે ફરી એકવાર સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું લલિત વસોયા કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં છે.

Lalit Vasoya's inclination towards BJP has come to the fore once again, many heated politics in which BJP MPs and MLAs are invited in the road naming invitation card

ભાજપના નેતાને આમંત્રણ

29 જૂલાઈએ પણ સાથે દેખાયા હતા લલિત વસોયા અને જયેશ રાદડિયા

જોકે લલિત વસોયાનો આ પ્રકારે ભાજપના નેતાઓ સાથેનો મેલમિલાપ પ્રથમવાર નથી. આ અગાઉ પણ જુલાઈ મહિનાના અંતમાં પણ લલિત વસોયા અને જયેશ રાદડિયા એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. 29 જુલાઈએ લલિત વસોયા અને જયેશ રાદડિયા એકસાથે જોવા મળ્યા હતા.

ધોરાજીમાં દિવંગત વિઠ્ઠલ રાદડિયાની ત્રીજી વાર્ષિક પૂણ્યતિથિ હતી. ત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધોરાજી-ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને જેતપુર-જામકંડોરણા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા એકસાથે એકમંચ પર ફોટો સેશન કરતા જોવા મળ્યા હતા. હાલ તો આ માર્ગના નામકરણનો કાર્યક્રમ ભારે ચર્ચામાં છે. આપને જણાવી દઈએ કે માર્ગના નામકરણનો  આ કાર્યક્રમ 14 ઓગષ્ટે યોજાવાનો છે, ત્યારે હાલ તો આમંત્રણ પત્રિકા સામે આવતા ફરી લલિત વસોયાને લઈને અટકળોનું બજાર ગરમાયુ છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati