બનાસકાંઠાઃ લાખણીની શાળા વિદ્યાર્થીઓ જય શ્રી રામના નાદ સાથે કરે છે અભ્યાસની શરૂઆત
પ્રભુ રામમય વાતાવરણ દેશભરમાં બન્યુ છે. દેશમાં અનેક સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો શરુ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ શાળાના વિદ્યાર્થીઓ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામમય બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા બાદ વધુ એક શાળામાં વિદ્યાર્થીઓ શાળામાં હાજરી રામનું નામ બોલીને પુરાવી રહ્યા છે. તો 22 જાન્યુઆરીએ હનુમાન ચાલીસાના પાઠ જપશે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામની જસરા ગામની શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓ હાજરી જય શ્રી રામ બોલીને પુરાવે છે. અહીં વિદ્યાર્થીઓ અભ્યાસની શરુઆત પણ જય શ્રી રામ લઈને કરવામામાં આવી છે. શાળાના વર્ગ ખંડમાં આવતા શિક્ષક અને આચાર્યને પણ અભિવાદન જય શ્રીરામ બોલીને કરવામાં આવે છે.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
શાળામાં અહીં માતાજીની આરતી સાથે જ દિવસની શરુઆત થતી હોય છે. શાળામાં વિદ્યાર્થીઓ હનુમાન પાઠ કરે છે. શાળામાં વિદ્યાર્થીઓ માથામાં તિલક કરીને જ શાળામાં આવે છે.શાળામાં વિદ્યાર્થીઓ 22 જાન્યુઆરીએ 21 હજાર હનુમાન ચાલીસાના પાઠ જપશે. આમ શાળાના સંકુલને ધાર્મિક માહોલમય બનાવી દીધો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 17, 2024 07:10 PM
Latest Videos
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
