KUTCH : ધર્માંતરણ અને હવાલાકાંડમાં વડોદરા SOGએ ભુજથી ત્રણ યુવકોની અટકાયત કરી

Conversion Case : વડોદરા SOGના અધિકારીઓએ ત્રણેયની અજ્ઞાત સ્થળે પૂછપરછ કરી હોવાના સમાચાર મળી રહ્યાં છે. આફમી ટ્રસ્ટે મસ્જિદ નિર્માણ માટે આપેલી રકમ સંદર્ભે વડોદરા SOGની ટીમ બે દિવસથી ભુજમાં તપાસ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 4:01 PM

BHUJ : વડોદરાના ચકચારી આફમી ટ્રસ્ટના હવાલા પ્રકરણ અને ધર્માંતરણ કેસમાં વડોદરા SOGએ ભુજમાં દરોડા પાડ્યા હતા. ધર્માંતરણ અને હવાલાકાંડમાં વડોદરા SOGએ ભુજના ભીડનાકા વિસ્તારના મુસ્તાક શેખ, મુજીબ મેમણ અને ઉંમર મેમણ નામના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. વડોદરા SOGના અધિકારીઓએ ત્રણેયની અજ્ઞાત સ્થળે પૂછપરછ કરી હોવાના સમાચાર મળી રહ્યાં છે. આફમી ટ્રસ્ટે મસ્જિદ નિર્માણ માટે આપેલી રકમ સંદર્ભે વડોદરા SOGની ટીમ બે દિવસથી ભુજમાં તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના ચકચારી ધર્માંતરણ કેસનું કનેક્શન વડોદરામાં પણ નીકળ્યું છે અને આ માટે આફમી ચેરીટેબલ ટ્રસ્ટની હવાલાકાંડ અને ધર્માંતરણ અંગેની તપાસ વડોદરા SOG અને SITની ટીમ કરી રહી છે. હવાલાકાંડ અને ધર્માંતરણ અંગેની તપાસ માટે વડોદરા SOG પી.આઈ, ની આગેવાની હેઠળ વધુ એક ટિમ ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવી છે, તો સાથે જ ભુજ સહિતના વિસ્તારોમાં બનવવામાં આવેલી મસ્જિદો અંગેની તપાસ માટે પણ વધુ એક ટીમ મોકલવામાં આવી છે.

ધર્માંતરણ અને હવાલાકાંડ કેસની તપાસ કરી રહેલી વડોદરા SOGએ મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના સુપરવાઇઝર મહોંમદ હુસેન ગુલામ રસુલ મન્સુરી અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આમ અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ અને અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">