કચ્છ (Kutch)ના રાપર તાલુકાના ચિત્રોડ ગામે અદાણી કંપની સામે ખેડૂતો (Farmer)એ વિરોધ (Protest)નોંધાવ્યો છે. ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન પસાર કરનાર આ કંપની દ્વારા પૂરું વળતર ના અપાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ ખાનગી કંપની દ્વારા ખેડૂતોને પાયમાલ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોય તેવો ઘાટ કચ્છના ચિત્રોડ ગામમાં જોવા મળી રહ્યો છે. કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે લાકડિયાથી વડોદરા સુધીની વીજલાઇન પાથરવાનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતોના કહેવા મુજબ કચ્છના ખેતરમાંથી 765 KV ટ્રાન્સમિશન વીજ લાઇન પસાર થાય છે. જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઇ રહ્યુ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ઉભા પાકને નુકસાન થઇ રહ્યુ છે. જેની ફરિયાદ પણ અનેકવાર કરવામાં આવી છે. કંપની દ્વારા તેમને યોગ્ય વળતર ન અપાતુ હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. આમ ખેડૂતો દ્વારા કંપનીની મનમાનીનો વિરોધ કરવામાં આવ્યો છે.
ખેડૂતોએ વીજ લાઇનના કારણે નુકસાન થતુ હોવાના પગલે મોટી સંખ્યામાં એકઠા થઇને વહીંવટી તંત્ર સમક્ષ રજુઆત કરી હતી. ખેડૂતોએ પોતાના ઉભા પાકને નુકસાન પહોંચતા અદાણી કંપની આ વીજલાઇનનું કામ બંધ કરવા અથવા યોગ્ય વળતર આપે તેવી માગ કરી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-