KUTCH : મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં આરોપી દંપતિના 10 દિવસના રિમાન્ડ મંજૂર

DRI એ મુન્દ્રા અદાણી બંદરે આવેલા બે કન્ટેનરમાં તપાસ કરતા બંને કન્ટેનરોમાં ટેલ્કમ પાવડરની આડમાં 20 કિલોની કેપિસિટી ધરાવતી બેગ મળી આવી હતી. જેની તપાસમાં 2,999 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. જેની તપાસ હજૂ યથાવત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 12:52 PM

કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં આરોપી દંપતિના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં DRIએ ચેન્નઇથી દંપત્તિની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, DRIએ ઝડપેલા બે કન્ટેનરમાંથી 2999 કિલોગ્રામ ડ્રગ્સની કિંમત અધધ રૂ.21 હજાર કરોડ પર પહોંચી શકે છે. ત્યારે મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા 2,999 કિલોગ્રામ હેરોઈનનો મામલો ‘વર્લ્ડ લાર્જેસ્ટ હેરોઈન કેસ’ બનવાની સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલો હેરોઈનનો જથ્થો ખૂબ ઉચ્ચ ક્વોલિટીનો છે એટલે સાદી ભાષામાં અશુદ્ધ હેરોઈન છે. જેની આંતરરાષ્ટ્રીય બારમાં પ્રતિ કિલો લગભગ સાત કરોડ જેવી કિંમત આંકવામાં આવે છે. જેથી પકડાયેલા હેરોઈનની કુલ કિંમત અધધધ 21 હજાર કરોડ પર પહોંચી શકે છે, જે દુનિયાભરના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એકસાથે પકડાયેલા હેરોઇનનો સાથી મોટો જથ્થો બની શકે છે. જોકે હજૂ ડીઆરઆઇના સત્તાવાર સૂત્રો કિંમત અંગે કોઈ ફોડ પાડ્યો નથી.

ઉલ્લેખનીય છે કે DRI એ મુન્દ્રા અદાણી બંદરે આવેલા બે કન્ટેનરમાં તપાસ કરતા બંને કન્ટેનરોમાં ટેલ્કમ પાવડરની આડમાં 20 કિલોની કેપિસિટી ધરાવતી બેગ મળી આવી હતી. જેની તપાસમાં 2,999 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. જેની તપાસ હજૂ યથાવત છે.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળ સીમામાંથી અજ્ઞાત બોટમાંથી રવિવારે 50  કિલો હેરોઇનનો જથ્થો મળ્યો  હતો. જેની કિંમત આશરે 250 કરોડ હોવાની શક્યતા છે. તેમજ બોટમાંથી 7 ઈરાની નાગરિકો પણ ઝડપાયા છે. તેમજ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">