Kutch: ભુજના હ્રદય સમુ હમીરસર તળાવ થયુ ઓવરફ્લો, શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાશે નીરના વધામણા

Kutch: સમગ્ર કચ્છ જિલ્લાનું લાગણીનું કેન્દ્ર અને રાજાશાહી સમયનું હમીરસર તળાવ ઓવરફ્લો થતા લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા છે. આવતીકાલે તળાવમાં ધાર્મિક વિધિ વિધાન સાથે નીરના વધામણા પણ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 2:59 PM

કચ્છ (Kutch)ના ભુજમાં આવેલું હમીરસર તળાવ (Hamirsar Lake) ઓવરફ્લો થયુ છે. શહેરના હ્રદયસમુ હમીરસર તળાવ એક વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર ઓવરફ્લો થતા જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજાશાહી સમયનું હમીરસર તળાવ પાણીથી છલોછલ થતા શહેરીજનોના હૈયા પણ ઉમળકાભેર ઝુમી ઉઠ્યા છે. ભુજ(Bhuj)માં 12 કલાક દરમિયાન પડેલા ચાર ઈંચ વરસાદના પગલે તાલુકામાં કુલ વરસાદ 1198 મીમીએ પહોંચ્યો છે. આ સાથે જ હમીરસર તળાવમાં પણ સતત પાણીની આવક શરૂ રહેતા કચ્છીમાંડુઓ જાણે આનંદનો અવસર આવ્યો હોય તેવી અનુભૂતિ હતી.

તળાવમાં આવેલા નવા નીરના નગરપાલિકા પ્રમુખ ધાર્મિક વિધિ વિધાન સાથે વધામણા પણ કરશે. આ પ્રસંગે શહેરના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહેશે

હમીરસર તળાવ ઓવરફ્લો થતા પરંપરા મુજબ રજા જાહેર કરાઈ

છેલ્લા 12 કલાકમાં પડેલા વરસાદને પગલે સતત પાણીની આવક થતા હમીસરસર ઓવરફ્લો થયુ છે. મોટી સંખ્યામાં લોકો તળાવની પાળે આ નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા, સાથોસાથ ગરમા ગરમ મકાઈની લિજ્જત માણતા પણ જોવા મળ્યા હતા. આ અગાઉ તળાવના ઓગન પર નગરપાલિકા પ્રમુખ સહિતના નગર સેવકો પહોંચી ગયા હતા અને તળાવ ઓગનની આતુરતાપૂર્વક રાહ જોઈ હતી. તળાવ ઓવરફ્લો થયા બાદ અધ્યક્ષે કહ્યુ હતુ કે હમીરસર તળાવ એ ના માત્ર ભુજ પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું લાગણીનું કેન્દ્ર છે.

અગાઉની પરંપરા મુજબ તળાવ ઓવરફ્લો થાય ત્યારે કલેક્ટર દ્વારા ભુજમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો તળાવની પાળે પાણી જોવા માટે આવી પહોંચે છે અને સાથોસાથ મકાઈની મીઠાશ પણ માણે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">