કચ્છની પ્રાચીન રોગાન કળાથી રામ મંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિ તૈયાર કરાઈ, જુઓ વીડિયો
જૂના સમયમાં રોગાન કળા કર્યા બાદ અબરખ છાંટવામાં આવતું હતું તે રીતે આ કૃતિ તૈયાર કર્યા બાદ ગોલ્ડન જરીનું કામ કરવામાં આવ્યું છે. આ કૃતિની ખાસ વિશેષતા એ છે કે, તે વર્ષો સુધી અકબંધ રહે છે. રોગાન છાપ એક કળા છે જેના રંગો એરંડિયાના તેલમાંથી બનાવવામાં આવે છે.
22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેનો ઉત્સાહ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છની પ્રાચીન કળા રોગાન કળાના કલાકાર આશિષ કંસારા દ્વારા રામ મંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે. જેમાં ગોલ્ડ રંગની જરીનો ઉપયોગ કરાયો છે.
આ પણ વાંચો આફ્રિકાના કચ્છી વેપારીનું મહાદાન, પાટીદાર કન્યાઓના શિક્ષણ માટે 150 કરોડ રૂપિયાનું કર્યું દાન