KUTCH : 2,500 કરોડના ડ્રગ્સ હેરાફેરી કેસના આરોપીને કોર્ટમાં રજુ કરાયો, આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર

કુખ્યાત ડ્રગ્સ માફિયા શાહિદ સુમરાની દિલ્લી એરપોર્ટ પરથી ધરપકડ કર્યા બાદ ભુજ કોર્ટમાં રજૂ કરાયો. જ્યાં ભુજ કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:59 PM

KUTCH : કુખ્યાત ડ્રગ્સ માફિયા શાહિદ સુમરાની દિલ્લી એરપોર્ટ પરથી ધરપકડ કર્યા બાદ ભુજ કોર્ટમાં રજૂ કરાયો. જ્યાં ભુજ કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મહત્વપૂર્ણ છે કે પોલીસે આરોપી શાહિદના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. વર્ષ 2018માં 2 હજાર 500 કરોડના ડ્રગ્સ હેરફેર કેસનો મુખ્ય સૂત્રધાર શાહિદ હોવાનું મનાય છે. અત્યાર સુધીની તપાસમાં ડ્રગ્સના કાળા કારોબાર સાથે આતંકી પ્રવૃતિઓમાં પણ તેની સંડોવણી સામે આવી ચૂકી છે. ત્યારે 8 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ તેની કરમ કૂંડળી ફેંદશે. અને ડ્રગ્સ હેરફેર સહિત અન્ય ગુનાહિત પ્રવૃતિઓમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ કરશે.

 

 

આ પણ વાંચો : Surat : આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, કામરેજ તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો

આ પણ વાંચો : સ્કૂલમાં આચાર્યની ખુરશી પર બેઠા કપિરાજ, જુઓ સોશિયલ મીડિયા પર છવાયેલા વાનરનો આ રમુજી વીડીયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">