સુરેન્દ્રનગરના સફાઈ કામદારોએ રાજ્યપાલ અને CMને પત્ર લખી કરી ઈચ્છા મૃત્યુની માગ, જાણો શું છે કારણ
સફાઈ કામદારોને છૂટા કરવાના વિરોધને લઈને કામદારો 4 દિવસથી પાલિકા બહાર ઉપવાસ પર બેઠા છે. ત્યારે કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓએ વાત ન સાંભળતા કામદારોએ હવે ઈચ્છા મૃત્યુની માગ કરી છે. આ માટે સફાઈ કામદારોએ રાજ્યપાલ અને CMને પત્ર લખ્યો છે.
સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજ સંયુક્ત પાલિકાના 60 જેટલા સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવતા સફાઈ કામદોરોમાં રોષ વ્યાપ્યો છે. પાલિકાના સફાઈ કામદારોએ ઈચ્છા મૃત્યુની માગ કરી છે. સફાઈ કામદારોએ પત્ર લખી રાજ્યપાલ અને મુખ્યપ્રધાન પાસે ઈચ્છા મૃત્યુની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સફાઈ કામદારોને છૂટા કરવાના વિરોધને લઈને કામદારો 4 દિવસથી પાલિકા બહાર ઉપવાસ પર બેઠા છે. ત્યારે કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓએ વાત ન સાંભળતા કામદારોએ હવે ઈચ્છા મૃત્યુની માગ કરી છે. આ માટે સફાઈ કામદારોએ રાજ્યપાલ અને CMને પત્ર લખ્યો છે.
Latest Videos
