બાપ રે! અહીંયા રોજના 120 કિલો ભૂંગળા-બટેટા ઝાપટી જાય છે ભાવનગરીઓ, જાણો આ આઈટમ વિશે

ભાવનગરમાં આવેલા એક નાસ્તા ગૃહના ભૂંગળા - બટેટા, અને પાવ - ગાંઠિયા ખુબ જ ફેમસ છે. અહીંયા દિવસમાં 120 કિલો બટેટા આ દુકાનમાં વપરાઈ જાય છે. ચાલો મેળવીએ વધુ માહિતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 7:52 PM

ગુજરાતમાં અલગ અલગ વિસ્તારની અલગ અલગ વાનગીઓ પ્રખ્યાત હોય છે. જમવાના રસિકોને ગામ કે શહેરનું નામ કહીએ તો તરત જ ત્યાનું કયું ફૂડ પ્રખ્યાત છે એ જણાવી દેશે. જેમ કે કોઈ ફૂડ પ્રેમીને તમે ભાવનગર જવાની વાત કરશ તો તરત જ તે કહેશે ‘ત્યાના બટેટા ભૂંગળા ખાવાનું ના ભૂલતા’, અથવા તો તે જરૂર કહેશે કે ‘ભાવનગરના બટેટા ભૂંગળા ઓસમ હોય છે બોસ’. તો ચાલો આજે જાણીએ આ બટેટા ભૂંગળા વિશે.

ભાવનગરમાં એક દિલીપ નાસ્તા ગૃહ કરીને ફૂડની દુકાન આવેલી છે. જ્યાંના ભૂંગળા – બટેટા, અને પાવ – ગાંઠિયા ખુબ જ ફેમસ છે. અહીંયાના ભૂંગળા – બટેટાનો સ્વાદ ભાવનગરના યુવાન યુવતીઓ અને વૃદ્ધોના મોઢામાં વસી ગયેલો છે. આ નાસ્તા હાઉસની ખાસ વાત એ છે કે અહીંયા ફૂડની માત્ર બે જ આઈટમ બને છે. અને એ પણ ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ચોંકાવનારી વાત એ છે કે દિવસમાં 120 કિલો બટેટા આ દુકાનમાં વપરાઈ જાય છે. સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી ચાલતા આ નાસ્તા હાઉસમાં દિવસ દરમિયાન 6 મણ બટેટા વપરાઈ જાય છે. તો જુઓ આ મજેદાર વિડીયો અને આ ચટાકેદાર ફૂડ આઈટમ જુઓ કઈ રીતે બને છે તેની મેળવો માહિતી.

 

આ પણ વાંચો: Fitness Tips: કસરત વગર ફિટ રહેવાની છે આ રીત, તમે પણ અપનાવીને રહી શકો છો સ્વસ્થ

આ પણ વાંચો: જુનાગઢમાં કમિશ્નર ઓફીસ બહાર ગાર્ડ અને અરજદાર વચ્ચે ઘર્ષણ થયું, અરજદારે ગાર્ડની રિવોલ્વર ઝુંટવાની કોશિશ કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">