અમદાવાદમાં 7થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે પતંગોત્સવ, રાજ્યપાલ-મુખ્યપ્રધાન સહિતના નેતાઓ રહેશે હાજર
આ પતંગોત્સવમાં રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતના નેતાઓ હાજર રહેશે. તો પતંગોત્સવમાં કુલ 55 દેશના 153 પતંગબાજો ભાગ લેશે. તો ગુજરાત સિવાયના 12 રાજ્યોના 68 પતંગબાજો પણ પતંગોત્સવમાં ભાગ લેશે. રાજ્યમાંથી 23 શહેરોના 856 પતંગબાજો પણ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે.
ઉત્તરાયણના તહેવારને લઈને દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો આયોજન કરવામાં આવ્યું છે. આગામી 7થી 12 જાન્યુઆરી દરમિયાન પતંગોત્સવ યોજાશે.
આ પતંગોત્સવમાં રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતના નેતાઓ હાજર રહેશે. તો પતંગોત્સવમાં કુલ 55 દેશના 153 પતંગબાજો ભાગ લેશે. તો ગુજરાત સિવાયના 12 રાજ્યોના 68 પતંગબાજો પણ પતંગોત્સવમાં ભાગ લેશે. રાજ્યમાંથી 23 શહેરોના 856 પતંગબાજો પણ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે.
આ પણ વાંચો અમદાવાદના સ્મૃતિ મંદિર ઘોડાસર ખાતે રામભદ્રાચાર્યજી મહારાજે કરી શુભેચ્છા મુલાકાત
Published on: Jan 05, 2024 10:40 PM
Latest Videos