કિશન ભરવાડ હત્યા કેસઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર મૃતક કિશનના પરિવારજનોને મળ્યા, કહ્યુ ”ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ”

અલ્પેશ ઠાકારે ચચાણા ગામમાં કિશન ભરવાડના પરિવારજનોને મળી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. સાથે જ મૃતક કિશન ભરવાડના પરિવારજનોને બંધ કવરમાં આર્થિક સહાય આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 3:05 PM

ધંધુકા (Dhandhuka)માં થયેલી કિશન ભરવાડ હત્યાના (Kishan Bharwad murder case)પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. એક પછી એક નેતાઓ મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઇ રહ્યા છે. બે દિવસ પહેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મૃતક કિશનના પરિવારની મુલાકાત લીધી હતી. આજે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પણ પોતાના સમર્થકો સાથે ધંધુકાના ચચાણા ગામે મૃતકના ઘરે પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે કિશન ભરવાડના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી હતી.

અલ્પેશ ઠાકારે ચચાણા ગામમાં કિશન ભરવાડના પરિવારજનોને મળી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. સાથે જ મૃતક કિશન ભરવાડના પરિવારજનોને બંધ કવરમાં આર્થિક સહાય આપી હતી. તો કિશન ભરવાડની હત્યાને લઇને અલ્પેશ ઠાકોરે ચેતવણી આપી કે જે કોઈ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે. માતા-બહેન, સારા યુવાનો, પીડિતો સામે આંગળી ચીંધશે તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે નફરત ફેલાવનારાઓને ધર્મના ઠેકેદાર બનવાનો કોઈ અધિકાર નથી.. ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. અસામાજિક તત્વોને ડામી દેવાઈ જોઈએ અથવા જાહેરમાં કોયડે વિંધવા જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે આ મુદ્દે સસ્તી રાજનીતિ ન થવી જોઈએ. અલ્પેશ ઠાકોરે આ મુદ્દે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પણ માગ કરી છે.

મહત્વનું છે કે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ATSએ દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરાઈ છે. સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ કરવાવાળાને સબક શિખવવા માટે મૌલાના કમરગની ઉસ્માની સહિતના લોકોએ આખું નેટવર્ક બનાવ્યું હતું અને તેમાં તે આવી પોસ્ટ કરનારાને નિશાન બનાવવાના હતા. આ માટે તેઓનું સોશિયલ મીડિયામાં કોઈ સંગઠન એક્ટિવ છે કે કેમ તેની તપાસ સહિત તમામ વિગતો એકઠી કરવા માટે કમરગની ઉસ્માનીની પૂછપરછ કરવામાં આવશે.

ધંધુકા હત્યા પહેલા પોરબંદરમાં પણ એક હત્યાનું ષડયંત્ર ઘડાયું હતું. જેમાં પોરબંદરમાં સાજણ ઓડેદરા નામના શખ્સની હત્યાનો પ્લાન હતો. આ માટે શાર્પશુટર શબ્બીર સાથે મૌલાના ત્યાં ગયો હતો પણ હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. બાદમાં ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરાઈ હતી.

આ પણ વાંચો-

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ: હત્યારાઓને ફાંસીની માગ સાથે રાજકોટમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

આ પણ વાંચો-

કિશન ભરવાડ હત્યા કેસઃ દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીને અમદાવાદ લવાયો, આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">