ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસઃ મૌલાના કમરગનીની સંગઠનની બેંક ડિટેઈલ મળી, TFI સંગઠનના બેંક અકાઉન્ટમાં 11 લાખના વ્યવહાર મળ્યા

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી હતી. કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 2:36 PM

અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના ધંધુકા (Dhandhuka)ના કિશન ભરવાડ હત્યા કેસ(Kishan Bharwad murder case)ના આરોપી મૌલાના કમરગની ઉસમાનીના સંગઠનની બેંક ડિટેઈલ સામે આવી છે. મૌલાના કમરગની ઉસમાની (Maulana Kamargani Usmani)ના TFI સંગઠનના બેંક અકાઉન્ટમાં 11 લાખના વ્યવહાર મળ્યા છે. જો કે તેનો કોઈ હિસાબ મળ્યો નથી.

કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલાના કમરગનીના TFI સંગઠનના બેંક અકાઉન્ટમાં 11 લાખના વ્યવહાર મળ્યા છે. જો કે આ અકાઉન્ટમાં 11 લાખ ક્યાંથી આવ્યા અને ક્યાં ખર્ચ થયા તે અંગે કોઈ જાણકારી નથી. પોલીસ તે અંગે તપાસ કરી રહી છે. 11 લાખમાંથી રૂ.9 લાખનો એકાઉન્ટમાંથી ખર્ચ થઈ ગયો છે. જો કે
મૌલાના કમરગનીના પર્સનલ એકાઉન્ટની માહિતી હજૂ સામે આવી નથી.

શું છે સમગ્ર કેસ?

25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોઢવાડાના નાકે બાઈક પર આવેલા બે શખસોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળીથી તો કિશન બચી ગયો, પરંતુ બીજી ગોળીએ તેનો જીવ લઈ લીધો. આ હત્યા બાદ ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. કિશને એક ફેસબુક પોસ્ટ મૂકી હતી જેમાં ધાર્મિક બાબતોનો ઉલ્લેખ હતો. ફેસબુકની આ પોસ્ટને લઈને આરોપીઓએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપી મૌલાના કમરગની ઉસ્માની પર આ આરોપો છે

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી હતી. કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. દિલ્લીથી ઝડપાયેલા મૌલાના કમરગની ઉસ્માનીને બાય રોડ અમદાવાદ લાવવામાં આવ્યો હતો. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીએ છેલ્લા છ મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. મૌલાના કમરગની ઉસ્માનીએ જ શાર્પ શૂટર શબ્બીરને હત્યા કરવા ઉશ્કેર્યો હતો. કિશન ભરવાડ ઉપરાંત પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યાનું પણ મૌલવીએ ષડયંત્ર રચ્યું હતું. આ માટે મૌલવી અને શબ્બીર પોરબંદર પણ ગયો હતો.

આ પણ વાંચો- Rajkot પોલીસ કમિશનર વસુલી કેસની તપાસ ડીજીપી વિકાય સહાયને સોંપાઇ, MLA ગોવિંદ પટેલ આજે ગૃહ રાજ્યપ્રધાનને મળશે

આ પણ વાંચો- Rajkot: વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પોલીસે કેટલાક કાર્યકરોને ટીંગાટોળી કરી લઇ જવા પડ્યા, જુઓ દ્રશ્યો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">