ગુજરાતમાં ખોડલધામ ખાતે 21 જાન્યુઆરીએ પાટોત્સવ યોજાવાનો છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અમદાવાદમાં રોડ શો યોજી પાટોત્સવનું આમંત્રણ આપ્યું હતું. તેમણે નિકોલ ખોડિયાર મંદિરથી ઉત્તમનગર સુધી રોડ શોનું આયોજન કરીને જાહેરસભાને સંબોધી હતી.
આ સભામાં નરેશ પટેલે કહ્યું કે, “ખોડલધામ સંસ્થા નથી, પરંતુ એક વિચાર છે”…દરેક લોકોને પાટોત્સવમાં હાજરી આપવાનું આમંત્રણ પાઠવી તેમણે સમાજમાં રહેલા પ્રશ્નો ઉકેલવા માટે 17 પંચો બનાવ્યા અને આ પંચોએ 2 હજાર કેસનું નિવારણ કર્યું હોવાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્રના ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે…ત્યારે 21 જાન્યુઆરી 2022એ ભવ્ય ખોડલ માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: Surat : ડિંડોલીમાં પટેલ દંપતીએ બોગસ કબ્જા રસીદ બનાવી પ્લોટ પચાવી પાડ્યો