Rajkot: ખોડલધામ પહોંચેલી ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રાનું નરેશે પટેલે કર્યુ સ્વાગત

રાજકોટના રેસકોર્સ ખાતેથી નીકળેલી કોંગ્રેસની (Congress) 'કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર' યાત્રા ખોડલધામ (Khodaldham) પહોંચી હતી. 'કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર' યાત્રા ખોડલધામ પહોંચતા જ નરેશ પટેલે યાત્રાનું સ્વાગત કર્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 4:47 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Elections) રણશિંગું ફુંકાઈ ગયું છે. દરેક રાજકીય પક્ષોએ ચૂંટણીમાં વિજય માટે પ્રચાર-પ્રસાર અભિયાન શરૂ કરી દીધા છે. રાજકોટના રેસકોર્સ ખાતેથી નીકળેલી કોંગ્રેસની (Congress) ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રા ખોડલધામ (Khodaldham) પહોંચી હતી. ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રા ખોડલધામ પહોંચતા જ નરેશ પટેલે યાત્રાનું સ્વાગત કર્યુ હતુ. નરેશ પટેલે કોંગ્રેસના તમામ આગેવાનોનું પણ સ્વાગત કર્યુ હતુ. વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ મુદ્દે લોકોને આકર્ષિત કરવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નરેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ જે મુદ્દાઓ સાથે કોંગ્રેસ નીકળી છે. તેમાં તેમને વિજય મળે તેવી આશા વ્યક્ત કરી છે.

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ (Congress) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashtra) કોંગ્રેસ દ્વારા આજથી ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, (Jagdish thakor), રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિજ મકવાણા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. ચૂંટણી પહેલા આ યાત્રા સૌરાષ્ટ્રની ઘણી બધી બેઠકોમાં ફરશે.

કોંગ્રેસ 125થી વધારે બેઠક જીતશે: જગદીશ ઠાકોર

રાજકોટના રેસકોર્સથી નીકળેલી આ ‘કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર’ યાત્રા ગોંડલ,વિરપુર,ખોડલધામ,ગાંઠિલા અને ત્યાંથી સિદસર જશે તો ખોડલધામ ખાતે નરેશ પટેલ (Naresh Patel) સ્વાગત કરશે તેવો પણ કોંગ્રેસે દાવો કર્યો છે તો આ દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ 125થી વધારે બેઠક જીતશે તો ગત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) કરતા સારૂ રાજકીય વાતાવરણ હોવાનું જણાવ્યુ છે.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ યાત્રા ખૂબ જ મહત્વની છે. આ યાત્રા દ્વારા સૌરાષ્ટ્રની 24 જેટલી બેઠકોને આવરી લેશે. આ યાત્રા થકી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ કરશે. આ યાત્રા થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ રહેશે.

( વીથ ઈનપૂટ -મોહિત ભટ્ટ, રાજકોટ)

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">