Kheda: ડાકોરમાં કચરાનો યોગ્ય નિકાલ ન થતા લોકોમાં રોષ, લોકોએ નગરપાલિકામાં જ ઠાલવ્યો કચરો, જુઓ Video
ખેડા જિલ્લાના ડાકોરમાં (Dakor) કચરાનો યોગ્ય નિકાલ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ નગરપાલિકા સામે જ ઉગ્ર રોષ ઠાલવ્યો છે. શહેરમાં સફાઈ કરવામાં ન આવતા રોષે ભરાયેલા લોકો કચરો લઈને નગરપાલિકામાં જ પહોંચી ગયા હતા અને નગરપાલિકાની કામગીરી સામે ઉગ્ર વિરોધ (Protest) નોંધાવ્યો હતો. ગ્રામજનોએ એકઠા થઇને આખા ગામનો કચરો સેનેટરી ઇન્સ્પેક્ટર અને ચીફ ઓફિસરની કેબિન બહાર ઠાલવ્યો હતો.
Kheda : ખેડા જિલ્લાના ડાકોરમાં (Dakor) કચરાનો યોગ્ય નિકાલ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ નગરપાલિકા સામે જ ઉગ્ર રોષ ઠાલવ્યો છે. શહેરમાં સફાઈ કરવામાં ન આવતા રોષે ભરાયેલા લોકો કચરો લઈને નગરપાલિકામાં જ પહોંચી ગયા હતા અને નગરપાલિકાની કામગીરી સામે ઉગ્ર વિરોધ (Protest) નોંધાવ્યો હતો.
આ પણ વાંચો-Bharuch : અસહ્ય મોંઘવારીને માત આપવા ભગવાનની શરણ, આશીર્વાદ માટે ઇજા પણ વહોરી, જુઓ Video
ગ્રામજનોએ એકઠા થઈને આખા ગામનો કચરો સેનેટરી ઈન્સ્પેક્ટર અને ચીફ ઓફિસરની કેબિન બહાર ઠાલવ્યો હતો. સાથે જ કચરાનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ ન થતા લોકો રોષે ભરાયા છે. હજુ જો સફાઈ કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાય તેવી શકયતા છે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
