KHEDA : નડિયાદ APMCએ ખેડૂતોને આપ્યા ખુશખબર, તમાકુની કરશે ખરીદી

KHEDA : વાત્રક અને મહીસાગર નદી વચ્ચેનો લીલોછમ્મ પ્રદેશ એટલે ચરોતર ,ચરોતરનો મુખ્ય પાક તમાકુ. જોકે ૬ -૬ મહિના સુધી તમાકુની ખેતીમાં જાન રેડી દેનાર ખેડૂતો પાક તૈયાર થઇ ગયા પછી પાક સમયસર ન વેચાવાને કારણે સતત પરેશાન રહેતા હતા.

| Updated on: Mar 19, 2021 | 4:37 PM

KHEDA : વાત્રક અને મહીસાગર નદી વચ્ચેનો લીલોછમ્મ પ્રદેશ એટલે ચરોતર ,ચરોતરનો મુખ્ય પાક તમાકુ. જોકે ૬ -૬ મહિના સુધી તમાકુની ખેતીમાં જાન રેડી દેનાર ખેડૂતો પાક તૈયાર થઇ ગયા પછી પાક સમયસર ન વેચાવાને કારણે સતત પરેશાન રહેતા હતા. જોકે ગરીબ અને સીમાંત ખેડૂતો માટે નડિયાદ એપીએમસી સારા સમાચાર લઈને આવ્યું છે. અને ધાન્ય ,ફળ,ફૂલ શાકભાજીના પાક પછી હવે નડિયાદ એપીએમસી તમાકુની ખરીદી કરશે.

ચરોતરના આણંદ ખેડા જીલ્લામાં મોટા પ્રમાણમાં ધરતીપુત્રો તમાકુની ખેતી સાથે સંકળાયેલા છે. જેમાં દેશી તમાકુ અને કલકત્તી તમાકુની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે. જોકે તમાકુ ધાન્ય પાકની કેટેગરીમાં ન હોવાથી સરકાર દ્વારા તમાકુનો પાક ટેકાના ભાવે ખરીદી કરતી હતી. જેથી ચરોતરના ખેડૂતોને પોતાનો તમાકુનો પાક વેચવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. તો બીજી તરફ ખાનગી વેપારીઓ દ્વારા ખેડૂતોને ખુબ ઓછા દામ આપીને સસ્તામાં પાક ખરીદી લેતા ખેડૂતોનું શોષણ થતું હતું. અને તેમની વાત સાંભળનાર કોઈ જ ન હતું. જોકે નડિયાદ એપીએમસી દ્વારા એક ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ તમાકુ પકડવા કોઈ પણ જીલ્લાના ખેડૂત નડિયાદ ખાતે પોતાની તમાકુ વેચી શકશે. એપીએમસી નડિયાદના આ નિર્ણયથી ચરોતરના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

સામાન્ય રીતે એપીએમસી જે તે તાલુકામાં કાર્યરત હોય તે વિસ્તારના ખેડૂતો જ પોતાનો પાક અહી વેચી શકે છે. જોકે નડિયાદ એપીએમસી દ્વારા તમાકુ વેચવા માટે રાજ્યના કોઈ પણ ભાગનો ખેડૂત આવશે તો તેનો પાક અહી વેચી શકશે. બીજી તરફ રાજ્યના કોઈ પણ જીલ્લાના વેપારીને તમાકુનો પાક ખરીદવો હશે તો તેને એપીએસી દ્વારા નિયત ફી લઇ વ્યવસ્થા કરી આપવામાં આવનાર હોવાનું ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">