Kheda : નડિયાદમાં લિફ્ટ આપવાના નામે મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ, આરોપી ફરાર, જુઓ Video

| Edited By: | Updated on: Oct 26, 2023 | 3:36 PM

Kheda : ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં (Nadiad) લિફ્ટ આપવાના નામે એક મહિલા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહિલા સાથે એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો- Bhavnagar માં મોટાભાગની પોલીસ ચોકી બહાર ખંભાતિયા તાળા, લોકો ક્યાં જઈને કરે ફરિયાદ ? જુઓ Video

ફરિયાદમાં જણાવ્યા મુજબ દશેરાના દિવસે નડિયાદના એક ગામની મહિલા રાવણ દહન જોવા ગઇ હતી. દરમિયાન રાત્રે રસ્તા પર જતી મહિલાને આરોપી સોમા સોઢા નામના શખ્સે કારમાં લિફ્ટ આપવાનું કહી બેસાડી હતી અને ત્યારબાદ એકલતાનો લાભ ઉઠાવી મહિલાને હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ બાદ મહિલાને રસ્તા વચ્ચે છોડી આરોપી ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસે ફરિયાદને આધારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો