ખેડા અથડામણ વીડિયો: મહેમદાવાદમાં બે જૂથ વચ્ચે નજીવી બાબતે થઈ મારામારી, પોલીસ થઈ દોડતી

ખેડા અથડામણ વીડિયો: મહેમદાવાદમાં બે જૂથ વચ્ચે નજીવી બાબતે થઈ મારામારી, પોલીસ થઈ દોડતી

| Edited By: | Updated on: Jan 15, 2024 | 10:56 PM

ખેડાના મહેમદાવાદમાં બે જૂથ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલી માથાકૂટમાં પરિણમી અને જોતજોતામાં મારામારી સુધી પહોંચી હતી. મારામારીની જાણ થતા જ પોલીસ દોડતી થઈ હતી. આ મારામારીમાં ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચી છે.

ખેડાના મહેમદાવાદમાં ઉતરાયણના પર્વે જ મારામારીની ઘટના સામે આવી છે. શહેરના ઢાંકણીવાડ વિસ્તારમાં પતંગ ચગાવવા જેવી બાબતે બે જૂથ વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

બે કોમ વચ્ચે અથડામણની જાણ થતા જ ખેડા પોલીસ દોડતી થઈ હતી અને ઢાંકણીવાડ વિસ્તારમાં બંને જૂથને અલગ પાડી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ આ વિસ્તારમાં દેખાઈ રહી છે. વાસી ઉતરાયણે પતંગ ચગાવવા બાબતે બંને જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનુ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : અયોધ્યામાં 13 લાખ 50 હજાર લાડુ કરાયા તૈયાર, ભોગ ધરાવ્યા બાદ ભાવિકોને પ્રસાદ રૂપે અપાશે લાડુ- વીડિયો

જો કે મારામારીમાં ઘાયલ થયેલા લોકો અંગે હજુ પૂરી જાણકારી સામે આવી નથી. હાલ તેઓ નડિયાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Input Credit- Dharmendra Kapasi- Kheda

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો