Navsari Rain : ચીખલીમાં કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો, તડકેશ્વર મહાદેવ થયા પાણીમાં ગરકાવ – જુઓ Video
નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે.
નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. કાવેરી નદીના તટ પાસે આવેલું તાડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું છે.
જ્યારે કાવેરી નદીની સપાટી 12 ફૂટ પર પહોંચી છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા કાવેરી નદીની સપાટી વધી હોવાથી કોઝવે ઓવરફ્લો થયો છે. જેના પગલે સ્થાનિકોને હાલાકી થઈ રહી છે.
ખરસાડ ગામ બેટમાં ફેરવાયું
બીજી તરફ નવસારીના જલાલપોરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદથી આખે આખુ ગામ જળમગ્ન બન્યુ છે. ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે ગામજનોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગામમાં પાણી ભરાતા ગ્રામજનોનું જીવન ખોરવાયુ છે.