કરણીસેનાના ઉપાધ્યક્ષ રાજ શેખાવત તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા, કોઈ શરત વિના જોડાયા હોવાનો કર્યો દાવો

Gujarat Election 2022: કરણી સેનાના ઉપાધ્યક્ષ રાજ શેખાવત તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. તેમણે જણાવ્યુ કે તેઓ ભાજપ સાથે કોઈ શરત વિના જોડાયા છે. તેમને ગુજરાતની જનતા અને ક્ષત્રિય સમાજની સેવા કરવા માટે જે કરવુ પડે તે કરવા માટે તેઓ ભાજપમાં જોડાયા હોવાનુ જણાવ્યુ છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Nov 24, 2022 | 9:05 PM

રાજ્યમાં ચૂંટણીની મૌસમ પૂર બહારમાં ખીલી છે. જેમાં ચૂંટણી પહેલા વિવિધ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા રહ્યા છે અને તેમનું સમર્થન જાહેર કરી રહ્યા છે. આજ સિલસિલામાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત પણ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપમાં કેસરિયા કર્યા બાદ તેમણે Tv9 ગુજરાતની સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં જાણવાનો પ્રયત્ન કર્યો કે એવા પરિબળો છે જેના પગલે રાજ શેખાવત ભાજપ સાથે જોડાયા છે. સાથે એ પણ સવાલ કર્યો કે આવનારા સમયમાં તેઓ ક્યા પગલે લેવાના છે.

રાજ શેખાવતે જણાવ્યુ કે ભાજપની વિચારધારા અમારા સંગઠન સાથે મળતી આવે છે, અમારા સંગઠનના તમામ પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષો એ દરેક લોકો સાથે વિચાર વિમર્શ કરી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમની રજામંદીથી કરણીસેના પરિવાર હજારોની સંખ્યામાં ભાજપ સાથે જોડાયો છે. આવનારા ત્રણ મહિનામાં અમે લાખોની સંખ્યામાં અહીં જોડાવાના છીએ. તેમણે જણાવ્યુ કે ભાજપને તેઓ બિનશરતી સમર્થન આપી રહ્યા છે. સમાજ માટે જગ્યા બનાવવા, ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું છે, સાથે સાથે ગુજરાતની જનતાની સેવા માટે કામ કરવાનુ છે. સેવા માટે રાજકી પાર્ટીનું બેકઅપ તો લેવુ જ પડે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.

હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ ચાલી પહોંચ્યો છે. ત્યારે રાજશેખાવત જમાલપુર ખાડિયા સીટમાં સમાવિષ્ટ મારવાડી અને ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં ડી.જી વણઝારા સાથે રાજનીતિક પક્ષમાં સાથે જોવા મળ્યા હતા. તેઓ જમાલપુર ખાડિયા વિસ્તારમાં પ્રચાર કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati