કબૂતરબાજી કૌભાંડમાં કલોલના પિયુષ બારોટના માતાનો દાવો, કોઈ ખોટી રીતે આપ્યુ નામ- વીડિયો
કબૂતરબાજીના દેશવ્યાપી કૌભાંડમાં કલોલના પિયુષ બારોટનું નામ પણ સામે આવ્યુ છે. જો કે તેના માતા રડી રડીને એક જ રટણ કરી રહ્યા છે કે તેમના દીકરાનુ કોઈએ ખોટી રીતે નામ લીધુ છે અને ગભરાઈને તે ક્યાંક જતો રહ્યો છે.
જ્યારથી કબૂતરબાજીના કૌભાંડમાં નામ ખુલ્યું છે, ત્યારથી નથી પિયુષનો કોઈ સંપર્ક. રડી રડીને એજન્ટ પિયુષની માતા આ જ રટણ કરી રહ્યા છે. tv9ની ટીમ એજન્ટ પિયુષ બારોટના ઘરે પણ પહોંચી. પિયુષ ઘરે નથી. તેની માતાનો દાવો છે કે, કોઈએ ખોટી રીતે નામ લીધું છે, અને ત્યારથી ગભરાઈને પિયુષ ક્યાંક જતો રહ્યો છે. તેનો કોઈ જ સંપર્ક થઈ નથી રહ્યો. પિયુષ જમીન દલાલીનું કામ કરે છે. ફ્લેટનું કામકાજ કરે છે. આમાં જ કોઈએ દુશ્મનાવટ રાખીને તેને ફસાવ્યો હોવાનો આરોપ તેની માતા લગાવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે કબૂતરબાજીના કૌભાંડમાં કુલ 14 એજન્ટોના નામ ખૂલ્યા છે. જેમા કલોલના ત્રણ એજન્ટના નામ આ કૌભાંડમાં સામે આવ્યા છે. સંદીપ પટેલ, બિરેન પટેલ અને પિયુષ બારોટનું નામ સામે આવ્યુ છે. tv9ની ટીમ જ્યારે એજન્ટ સંદીપ પટેલના ઘરે પહોંચી ત્યારે તેના ઘરે પણ તાળુ મારેલુ જોવા મળ્યુ હતુ. સંદીપ હાલ ભૂગર્ભમાં જતો રહ્યો છે.
કલોલનો જ બીજો એજન્ટ બિરેન પટેલ છે. બિરેન પટેલ પણ તેના ઘરે હાજર નથી. બિરેનના પરિવારનો પણ દાવો છે કે તેનુ નામ ખોટી રીતે સામે આવ્યુ છે. જ્યારે ત્રીજો એજન્ટ પિયુષ બારોટ પણ કલોલનો જ રહેવાસી છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
