લો બોલો.. એમ્બ્યુલન્સમાં ફસાયો દર્દી અને પછી થઈ જોવા જેવી, જુઓ આ વીડિયો
કચ્છમાં 108 એમ્બ્યુલન્સમાં દર્દી ફસાયો હોવાની ઘટના સામે આવી છે. એમ્બ્યુલન્સનો દરવાજો બંધ થયા બાદ ન ખુલતા દર્દીને સારવાર માટે રાહ જોવી પડી. આદિપુરથી ભુજ જી.કે.જનરલમાં ઇમરજન્સી સારવાર માટે પહોચેલા દર્દી સાથે આ સમગ્ર ઘટના બની છે. એમ્બ્યુલન્સ સ્ટાફએ લોખંડના હથિયારોની મદદથી દરવાજો ખોલ્યો.
ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યૂલન્સમાં પહોંચેલો દર્દી એમ્બ્યૂલન્સમાં જ ફસાય ગયો હોવાની ઘટના બની છે. એમ્બ્યૂલન્સનો દરવાજો ન ખુલતા દર્દીએ સારવાર માટે રાહ જોવી પડી હતી. આદિપુરથી 108 એમ્બ્યૂલન્સમાં દર્દીને ભુજ હોસ્પિટલ ખાતે લવાયો હતો.
આ પણ વાંચો : ‘મારી દીકરી સાથે કેમ વાત કરે છે’ આટલું કહી, સગીરાના પિતાએ યુવકને ઉતાર્યો મોતને ઘાટ
ઈમરજન્સી સારવાર માટે આવેલા દર્દી એન્બ્યૂલન્સનો દરવાજો ન ખૂલતા એમ્બ્યૂલન્સમાં ફસાય ગયો. આખરે એમ્બ્યુલન્સના સ્ટાફએ લોખંડના હથિયારોની મદદથી દરવાજો ખોલ્યો હતો. ઈમરજન્સીના સમયે ઉપયોગમાં લેવાતા વાહનની આવી સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે.
