જુનાગઢ : ચોરવાડના યુવાનની સુસાઈડ નોટમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના નામનો ઉલ્લેખ, MLAએ આત્મહત્યાને ગણાવી હત્યા- વીડિયો
જુનાગઢ: ચોરવાડના યુવાનની આત્મહત્યા બાદ વિવાદ ગરમાયો છે. આ વિવાદ પાછળનુ કારણ છે તેની સુસાઈડ નોટ. મૃતક યુવકે સુસાઈડ નોટમાં તેના મોત માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા છે. આ ત્રણ લોકો પૈકી એક નામ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું પણ છે.
જુનાગઢ: ચોરવાડના નીતિન પરમાર નામના યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે. મૃતક યુવકે લખેલી સુસાઈડ નોટમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ પણ સામે આવ્યુ છે. મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારા મોત માટે ત્રણ લોકો જવાબદાર છે. આ ત્રણ જણાના હિસાબે મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આવે છે. આ જ કારણે યુવકે જીવન ટૂંકાવ્યું. મૃતક નીતિન પરમારની સુસાઈડ નોટમાં વિમલ ચુડાસમા અને અન્ય બે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે. ધારાસભ્યનું નામ લખી યુવકે પંખે લટકી જઈ આત્મહત્યા કરી લીધી. જો કે ધારાસભ્ય આ આત્મહત્યાને હત્યા ગણાવી રહ્યા છે. ત્યારે યુવકના મોતનુ રહસ્ય વધુ ઘેરુ બન્યુ છે.
મૃતક યુવક મારા માસીનો દીકરો, બે વર્ષથી તે મારા સંપર્કમાં નથી- ધારાસભ્ય વિમલ ચુડાસમા
સુસાઈડ નોટ સામે આવ્યા બાદ પોતાના બચાવમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યુ કે મૃતક યુવક તેના માસીનો દીકરો હતો. ધારાસભ્યે યુવકના મોતમાં પોતે જવાબદાર હોવાના આરોપને ફગાવતા કહ્યુ કે તેને ફસાવવા માટેનું કાવતરુ છે. મૃતક યુવક સાથે તે છેલ્લા બે વર્ષથી સંપર્કમાં નથી અને આ આત્મહત્યા નહીં પણ હત્યા લાગે છે. ધારાસભ્યએ તો એવી પણ શંકા વ્યક્ત કરી કે કોઈકે હત્યા કરી છે અને તેમને ફસાવી રહ્યા છે.
અજાણ્યા શખ્સો બ્લેક કારમાં યુવકને લઈ જતા હોય તેવા સીસીટીવી સામે આવતા રહસ્ય વધુ ઘેરુ બન્યુ
હાલ સમ઼ગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને યુવકના મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપ્યો છે. સુસાઈડ નોટના આધારે પોલીસે પણ તપાસ તેજ કરી છે. જો કે હાલ તપાસ દરમિયાન જે સીસીટીવી સામે આવ્યા છે તેમા બ્લેક કલરની કારમાં અજાણ્યા શખ્સો યુવકને લઈને નાસસી જતા દેખાયા છે. ત્યારે પોલીસ એ એંગલથી પણ તપાસ કરી રહી છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

