AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં લૂંટેરી દુલ્હને યુવક સાથે કરી 1.90 લાખની ઠગાઈ, લગ્નના દિવસે જ યુવતી થઈ ફરાર

જુનાગઢમાં લૂંટેરી દુલ્હને યુવક સાથે કરી 1.90 લાખની ઠગાઈ, લગ્નના દિવસે જ યુવતી થઈ ફરાર

| Updated on: Oct 30, 2023 | 11:09 PM
Share

જુનાગઢમાં યુવક લૂંટેરી દુલ્હનની છેતરપિંડીનો ભોગ બન્યો છે. દુલ્હને યુવક સાથે 1.90 લાખની છેતરપિંડી કરી લગ્નના દિવસે જ ફરાર થઈ ગઈ હતી.પોલીસે આ મામલે બે મહિલા અને ત્રણ પુરુષ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી છે. લગ્ન કરાવનાર વચેટિયાની પણ ધરપકડ કરી છે.

જૂનાગઢમાં એક યુવક લગ્નની લાલચે છેતરાયો છે. યુવક સાથે લગ્ન કર્યા બાદ દુલ્હન એક દિવસ જ રહીને ફરાર થઈ ગઈ. આ લૂંટેરી દુલ્હન ઔરંગાબાદની હોવાનું તપાસમાં આવ્યું સામે છે. વિજય ધારૂકિયા નામના યુવાન સાથે લગ્નની લાલચે 1.90 લાખની છેતરપિંડી થઈ છે. તો લગ્ન કરાવનાર ધોરાજીનો વચેટિયા સિરાજ ફકીરને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બે મહિલા અને ત્રણ પુરૂષ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: અમરેલી: રાજુલામાં મારૂતિધામ તળાવનો થશે કાયાકલ્પ, 2.75 કરોડના ખર્ચે થશે વિકાસ- જુઓ ફોટો

આ તરફ જુનાગઢમાં મીરાનગર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો. પરિવાર ગરબા રમવા ગયો ત્યારે તસ્કરો બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને પાંચ લાખ 43 હજારની ચોરી કરી ફરાર થયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં ત્રણ તસ્કરો કેદ થયા છે. હાલ પોલીસે સીસીટીવીને આધારે ફરાર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">