Junagadh: સાવજ દૂધ સંઘની ચૂંટણીને લઇ ગરમાયું રાજકારણ, ભાજપના જ બે જૂથો આવી ગયા આમને-સામને

સાવજ દૂધ સંઘની (Savaj Dudh Sangh) ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પહેલા ભાજપના જ બે જૂથ આમને સામને આવી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 2:47 PM

Junagadh: સાવજ દૂધ સંઘની (Savaj Dudh Sangh) ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પહેલા ભાજપના જ બે જૂથ આમને સામને આવી ગયા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી જાવિયાએ ગંભીર આક્ષેપ કર્યા છે. ઠાકરશી જાવિયાનો આક્ષેપ છે કે, સાંસદ જૂથ દ્વારા ડેરી પર કબજો મેળવવા ખોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં રાજકીય દબાણથી ખેરા દૂધ ઉત્પાદક મંડળીમાં રાજેશ ચુડાસમાએ પોતાનું નામ ઉમેરાવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો દૂધ સંઘના ચૂંટણી અધિકારી રાજકીય ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ છે. મહત્વનું છે કે, આગામી 22 મેના રોજ સાવજ દૂધ સંઘની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ભાજપના જ બે જૂથ વચ્ચે વિવાદ થયો છે. જો કે હજી પણ મતદાર યાદીને લઈ વિવાદ વકરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હરિહરાનંદ બાપુના આક્ષેપ મુદ્દે ઋષિભારતી બાપુએ આપ્યો જવાબ

રાજ્યમાં બહુચર્ચિત ભારતી આશ્રમનો જમીન વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે. હરિહરાનંદ બાપુએ જેના પર ગંભીર આક્ષેપો કર્યા છે તે સરખેજ આશ્રમના ઋષિ બાપુએ પલટવાર કર્યો છે. સમગ્ર વિવાદમાં જે સ્ત્રી પાત્રની વાત ચાલી રહી છે તે અંગે ઋષિ બાપુએ કહ્યું કે, સ્ત્રી પાત્ર કોણ છે તે હરિહરાનંદ બાપુને ખ્યાલ જ છે. કોઈ દૈવિ શક્તિને અપમાનિત કરો તે સાધુ માટે શોભાસ્પદ નથી. નારી શક્તિનું અપમાન કરો, માનસિક ત્રાસ આપો અને શોષણ કરો તે યોગ્ય નથી. હરિહરાનંદ બાપુ જે મહિલાની વાત કરે છે તે પૂજનીય દૈવિ શક્તિ છે. મારા માટે આદર્શ છે. ભારતીબાપુએ પણ લેખિતમાં તેને જવાબદારી સોંપેલી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">