Junagadh : માતા ASI, દીકરો DySp, 15 ઓગસ્ટની પરેડમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

પોતાના ઉપરી અધિકારીને સેલ્યુટ કરવી એ પોલીસ વિભાગની શિસ્તનો ભાગ છે.પરંતુ આજ અધિકારી જ્યારે દીકરા સ્વરૂપે સામે સામે આવે તો. ચોક્કસથી એ માતા આન, બાન, શાન સાથે પોતાના દીકરાને સન્માનની સેલ્યુટ કરે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 11:03 AM

Junagadh : પોતાના ઉપરી અધિકારીને સેલ્યુટ કરવી એ પોલીસ વિભાગની શિસ્તનો ભાગ છે.પરંતુ આજ અધિકારી જ્યારે દીકરા સ્વરૂપે સામે સામે આવે તો. ચોક્કસથી એ માતા આન, બાન, શાન સાથે પોતાના દીકરાને સન્માનની સેલ્યુટ કરે. કઇંક આવા જ દ્રશ્યો સર્જાયા જૂનાગઢમાં.

જ્યાં તાલુકા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા મધુ રબારીએ, પોતાના પુત્ર એવા DYSP વિશાલ રબારીને સેલ્યુટથી સન્માન આપ્યું. જોકે સલામ એ માતાની મમતાને પણ છે, કે જેણે અથાક મહેનત અને પરીશ્રમથી પુત્રને ભણાવ્યો, ગણાવ્યો અને અધિકારી બનાવ્યો. ત્યારે માતા અને પુત્રના સેલ્યુટથી આસપાસ ઉભેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આ વાયરલ વીડિયોએ હાલ ભારે ચર્ચા જગાવી છે. અને, લોકો આ મામલે અલગઅલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

જાણો શું બન્યું સ્વતંત્રતા પરેડમાં ?

જૂનાગઢમાં 75માં સ્વતંત્રતા પર્વની પરેડમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. ASI માતા મધુબેન રબારીએ 15 ઓગસ્ટની પરેડના કમાન્ડર અને ડીવાયએસપી પુત્ર વિશાલ રબારીને સેલ્યુટ કર્યું. ડીવાયએસપી દીકરાની પ્રગતિ જોઈને પરેડ ગ્રાઉન્ડમાં જ માતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ. પતિ હયાત ન હોવાથી ASI મધુબેન રબારીએ જ દીકરાને ભણાવી-ગણાવીને મોટો કર્યો છે.

પોલીસની કપરી નોકરી વચ્ચે દીકરાના અભ્યાસ અને કેરિયરનું સતત ધ્યાન રાખ્યું. આર્થિક પડકારો વચ્ચે દીકરાને દિલ્લી અને ગાંધીનગરમાં અભ્યાસ કરાવ્યો.જે પોલીસ ગ્રાઉન્ડ પરેડથી 200 મીટર દૂર રહી ડીવાયએસપી વિશાલ રબારીએ બાળપણમાં મહેનત કરી. તે જ ગ્રાઉન્ડમાં 15 ઓગસ્ટે પરેડ કમાન્ડર બનવાની પળને વિશાલ રબારીએ જીવનની સૌથી યાદગાર ક્ષણ ગણાવી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">