જૂનાગઢ પોલીસ તોડકાંડ કેસમાં થયા મોટા ખુલાસા, CIP તરલ ભટ્ટે 300 બેંક ખાતાનું સોંપ્યું હતું લિસ્ટ, જુઓ વીડિયો

જૂનાગઢ પોલીસ તોડકાંડ કેસમાં થયા મોટા ખુલાસા, CIP તરલ ભટ્ટે 300 બેંક ખાતાનું સોંપ્યું હતું લિસ્ટ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 27, 2024 | 1:33 PM

રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. તોડકાંડમાં હાથ કાળા કરનારા કાયદાના રખેવાડ એવા CPIથી માંડીને ASI પર કાર્યવાહી કરવામાં આવી છે. ખાખી વર્દીમાં સજ્જા આ ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દૂરુપયોગ કરીને લાખોના તોડકાંડને અંજામ આપ્યો હતો.

રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. જી હા તોડકાંડમાં હાથ કાળા કરનારા કાયદાના રખેવાડ એવા CPIથી માંડીને ASI પર કાર્યવાહી કરવામાં આવી છે. ખાખી વર્દીમાં સજ્જા આ ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દૂરુપયોગ કરીને લાખોના તોડકાંડને અંજામ આપ્યો હતો.

સર્કલ પોલીસ ઇન્સપેક્ટર તરલ ભટ્ટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ અરવિંદ ગોહીલ, અને ASI દીપક જાની, આ ત્રણેય આણી મંડળીએ કેરળના વેપારી પાસેથી બેંક ખાતુ અનફ્રિઝ કરવા માટે 25 લાખ માગ્યા હતા. વેપારીની ફરિયાદની તપાસમાં મોટાપાયે ભોપાળુ સામે આવતા ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા છે.એટલું જ નહીં ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો કેરેલાના વેપારી કાર્તિક ભંડેરીનું બેન્ક એકાઉન્ટ ફ્રીજ થતા તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો. બેંકે તેમને જૂનાગઢ SOGનું નામ આપતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો.ટેલીફોનિક વાતચીતમાં જુનાગઢ SOGએ વેપારીને રૂબરૂ આવવા જણાવ્યું.16 જાન્યુઆરીએ વેપારી SOG પીઆઇ ગોહિલ અને ASI દિપક જાનીને મળ્યા.જ્યાં તેમણે ખાતુ અનફ્રિઝ કરવા રૂપિયા માગ્યા હતા.

CIP તરલ ભટ્ટે 300 બેંક ખાતાનું લિસ્ટ સોંપ્યું

અમદાવાદ અને ગાંધીનગરના બેન્ક એકાઉન્ટમાં પડેલી રકમના 80 ટકા આપવાની હોવાનું જણાવી. 25 લાખની માગણી કરી હતી.આ મામલે વેપારીએ રેન્જ આઇજીને ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો.પ્રાથમિક તપાસમાં સંડોવણી સામે આવતા, રેન્જ IGએ ત્રણેય પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી સસ્પેન્ડ કરી દીધા હતા.

ખાખી વિરૂદ્ધ ખાખીની તપાસમાં ખુલાસા થયા છે.CIP તરલ ભટ્ટે 300 બેંક ખાતાનું લિસ્ટ સોંપ્યું હતું. તપાસમાં સામે આવ્યુ કે SOG PIએ ખાતેદારોને બોગસ નોટિસ ફટકારી હતી. તપાસમાં ખુલાસો થયો કે બોગસ નોટિસ દ્વારા ત્રણેય પોલીસ અધિકારીઓએ તોડકાંડનું ષડયંત્ર રચ્યું હતું. બેંકના ખાતેદારો પાસેથી રૂપિયા પડાવવાનો કારસો ઘડ્યો હતો.જેમાં CPI, PI અને ASIની મીલીભગતનો પણ ખુલાસો થયો હતો. વધુ તપાસ કરતા અન્ય વેપારીઓ પાસેથી પણ તોડકાંડને અંજામ અપાયો હતો. જેનો આંક 1 કરોડને પાર થવા જાય છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો