JUNAGADH : માંગરોળના હુશેનાબાદ ગામમાં હાઇવેનું લેવલ ઉંચું કરાતા ખેડૂતોમાં રોષ, ધારાસભ્યની NHAIને રજૂઆત

માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે વરસાદી પાણી ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યા છે. જેને લઈ ધારાસભ્ય બાબુ વાજાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 5:12 PM

JUNAGADH : જિલ્લાના માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે વરસાદી પાણી ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યા છે. જેને લઈ ધારાસભ્ય બાબુ વાજાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે. ગામને અડીને દ્વારકા-ગળુ નેશનલ હાઈવે આવેલો છે. ખેડૂતોનું કહેવું છે કે હાઈવેનું લેવલ ખૂબ જ ઊંચુ હોવાના કારણે વરસાદનું પાણી સીધુ જ તેમના ખેતરોમાં ભરાઈ જાય છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને પાકમાં નુક્સાન થવાની સંભાવના છે. એટલું જ નહીં હાઈવે પરના રહેણાક વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે સ્થાનિકોએ ધારાસભ્ય બાબુ વાજાને રજૂઆત કરી હતી. જેને પગલે બાબુ વાજાએ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે અને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">